ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુર સાયન્સ સેન્ટરમાં સૂર્યગ્રહણ જોવા લોકો ઉમટ્યા - ધરમપુર સાયન્સ સેન્ટરમાં સૂર્યગ્રહણ જોવા લોકો ઉમટ્યા

વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં આજે વહેલી સવારથી સૂર્યગ્રહણ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વર્ષ 2009 બાદ યોજાઈ રહેલું આ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. જેને જોવા માટે અને ખગોળપ્રેમીઓ મોટી સંખ્યામાં વિજ્ઞાન કેન્દ્ર ઉપર ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સૂર્યગ્રહણ દર્શાવવા માટે ચાર પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ટેલિસ્કોપ સોલર ફિટર ચશ્મા અને લાઈવ સિમ્યુલેટર દ્વારા સૂર્યગ્રહણ દર્શાવવામાં આવ્યું હતું.

ધરમપુર
ધરમપુર

By

Published : Dec 26, 2019, 12:33 PM IST

સમગ્ર ભારતમાં સૂર્યગ્રહણ નિહાળવા માટે અનેક ખગોળપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે વલસાડ ધરમપુરમાં આવેલા સાયન્સ સેન્ટરમાં ખગોળપ્રેમીઓ માટે સૂર્યગ્રહણ દર્શાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂર્યગ્રહણ નિહાળવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ખગોળપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કેટલીક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આ ખગોળીય ઘટનાને નિહાળવા માટે સાયન્સ સેન્ટર પર પહોંચ્યા હતા. આજે સવારે 08.04 મિનિટથી શરૂ થયેલું સૂર્યગ્રહણ 10.54 મીનીટે પૂર્ણ થયું હતું. તે બે કલાક અને 49 મિનિટ સુધી ચાલ્યું હતું.

ધરમપુર સાયન્સ સેન્ટરમાં સૂર્યગ્રહણ જોવા લોકો ઉમટ્યા

ધરમપુર સાયન્સ સેન્ટરમાં ચાર પ્રકારે સૂર્યગ્રહણ દર્શાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં લાઈવ simulation method સોલર ફિલ્ટર ચશ્મા, જર્મન made રીફલેક્ટર ટેલિસ્કોપ અને શેકસ્ટ્રોન સી ટી સી 800 ટેલિસ્કોપ દ્વારા સૂર્યગ્રહણ દર્શાવવામાં આવ્યું હતું. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો.

આજે બનેલી આ ઘટના ધરમપુરમાં માત્ર ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. 2 કલાક અને 49 મિનિટ સુધી ચાલેલું આ ગ્રહણ અર્ધચંદ્રાકાર જેવું દેખાતું હતું. જે અંગે લોકોએ કહ્યું હતું કે," ધરમપુર સાયન્સ સેન્ટર દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાને કારણે આ વિરલ ઘટના જોવા મળી રહી છે."

ABOUT THE AUTHOR

...view details