વલસાડ: મધુબન ડેમના કાંઠે પરંતુ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી ઘેરાયેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નગર અને રાયમલ ગામમાં સરકાર દ્વારા અપાઈ રહેલું અનાજ ખૂબ જ ઓછું આપવામાં આવતું હોવાની રાવ ઉઠી છે. સમગ્ર મામલે ગામલોકોનું કહેવું છે. ગામમાં બીપીએલ રાશનકાર્ડ ધરાવતા લોકોને લગભગ પાંચ વર્ષથી જે અનાજ મળવું જોઈએ તેટલું અનાજ મળતું નથી.
લોકડાઉનમાં વલસાડના લોકો રેશનકાર્ડ હોવા છતાં ભૂખમરાના હવાલે ગામલોકોની ફરીયાદ છે કે, જ્યારથી ઓનલાઈન કુપન કાઢવાનો પ્રારંભ થયો છે. ત્યારથી ગામના લોકોએ ઓનલાઈન રાશન કાર્ડ જોયું જ નથી અને એ લોકોના આજે પણ અંગુઠાના નિશાન લેવામાં આવે છે. સસ્તા અનાજની દુકાનવાળા કે વહીવટી તંત્ર કુપન આપતા નથી. માત્ર ચિઠ્ઠી મુજબ અનાજ આપે છે. તો, નવાઈની વાત એ છે કે, રાશન કાર્ડ ઉપર 21 કિલો ઘઉં લખવામાં આવે છે અને 15 કિલો આપવામાં આવે છે. એજ રીતે ચોખા અને ખાંડ પણ ઓછી આપવામાં આવે છે. જ્યારે આ ગરીબ લોકોને તેલ અને દાળ તો આપતા જ નથી.
લોકડાઉનમાં વલસાડના લોકો રેશનકાર્ડ હોવા છતાં ભૂખમરાના હવાલે આ ઉપરાંત દુકાનદાર દ્વારા ગ્રામજનો સાથે વર્તન પણ ખરાબ કરવામાં આવે છે. ક્યારેક રાશન કાર્ડ ફેંકી દે છે. તો ક્યારેક લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કરે છે. નગર ગામ ગરીબ મજદૂરોનું આદિવાસી ગામ છે. જ્યાં BPL રાશનકાર્ડને બદલે 79 જેટલા APL રેશનકાર્ડ આપી દીધા છે. જે ગરીબ હોય હાલના લોકડાઉનમાં વધુ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે.
લોકડાઉનમાં વલસાડના લોકો રેશનકાર્ડ હોવા છતાં ભૂખમરાના હવાલે Conclusion:ત્યારે, સરકાર આ અંગે યોગ્ય નિવેડો લાવે અને લોકડાઉનની પરિસ્થિતિ દરમ્યાન ભૂખમરો વેઠતા ગામલોકોને પૂરતું અનાજ મળે રાશનની દુકાન પર ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં ના આવે તેવી માંગ આ ગામના લોકોએ કરી છે.