ગુજરાત

gujarat

ETV Bharat / state

794 વર્ષ બાદ ફરી બનેલી ગુરુ અને શનિની યુતિની ખગોળીય ઘટના નિહાળવા ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં લોકો ઉમટી પડ્યા - People watched the astronomical event

794 વર્ષ પછી સૂર્યમંડળના સૌથી મોટા બે ગ્રહો શનિ અને ગુરુ એકબીજાની એકદમ નજીક આવી ગયા છે, ત્યારે આ ખગોળીય ઘટનાનું નિદર્શન કોરોના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યું છે. ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં આ ખગોળીય ઘટના લોકો નિહાળી શકે તે માટે મોડી સાંજે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઇ છે.

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં લોકોએ ખગોળીય ઘટના જોઈ હતી
ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં લોકોએ ખગોળીય ઘટના જોઈ હતી

By

Published : Dec 22, 2020, 5:19 PM IST

Updated : Dec 22, 2020, 5:56 PM IST

  • 794 વર્ષ બાદ ફરી બની ગુરુ અને શનિની યુતિની ખગોળીય ઘટના
  • ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં આ ખગોળિય ઘટનાને નિહાળવા લોકો ઉમટી પડ્યા
  • આ વખતે 794 વર્ષ પછી સૂર્યનું ગુરુ અને શનિથી 30 અંશનું અંતર હોવાને કારણે જોઈ શકાયું

વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં સૂર્યમંડળના સૌથી મોટા બે ગ્રહો શનિ અને ગુરુ એકબીજાની એકદમ નજીક આવવાની ખગોળીય ઘટનાનું નિદર્શન કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવ્યું હતું. ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં આવેલા અદ્યતન ટેલિસ્કોપ અને સેલેક્ટ્રોન નેકશ સ્ટાર દ્વારા આ ખગોળીય ઘટનાને લોકો નિહાળી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ટેલિસ્કોપ દ્વારા લોકોએ ખગોળિય ઘટના નિહાળી

આ ખગોળીય ઘટના એક સપ્તાહ સુધી જોઈ શકાશે

0.1 ડિગ્રીના અંતરે આ બંને ગ્રહો હોવાથી નરી આંખે બંનેને અલગ તારવવા મુશ્કેલ બનશે. ૭૯૪ વર્ષ પૂર્વે આ ઘટના તારીખ 3/ 4/ 1226 ના રોજ બની હતી. વાઘોડિયા ઘટનામાં ગુરુ અને શનિ ગ્રહ આટલા લાંબા સમય પછી 7.5 ડિગ્રી અંતરથી ઘટી 21 ડિસેમ્બરે 0.1 ડિગ્રી જેટલું થતાં મહત્વની બની છે અને હજી આ ખગોળીય ઘટનાને એક સપ્તાહ સુધી જોઈ શકાશે.

ટેલિસ્કોપ દ્વારા લોકોએ ખગોળિય ઘટના નિહાળી

કોણીય અંતર 0.1 ડીગ્રી હોવાને કારણે પૃથ્વી ઉપરથી એકબીજાની નજીક દેખાયા

આ બંને મોટા ગ્રહોની યુતિની ઘટના 2040 માં પણ થશે પણ એ જોઈ શકાશે નહીં. આ ઉપરાંત તારીખ 15/ 3/ 2080 ના રોજ આ ઘટના ફરી બનશે. સૂર્યથી ગુરુ 77.80 કરોડ કિમી,અને શનિ 142 કરોડ કિમી દૂર હોવા છતાં કોણીય અંતર 0.1 ડીગ્રી હોવાને કારણે પૃથ્વી ઉપરથી એકબીજાની નજીક દેખાય છે.

ખગોળીય ઘટના એક સપ્તાહ સુધી જોઈ શકાશે

સદીમાં પ્રથમવાર બનેલી આ ખગોળીય ઘટના નિહાળવા યુવાવર્ગ વિજ્ઞાન કેન્દ્રમાં ઉમટ્યા

સદીમાં પ્રથમવાર બનેલી સૌર મંડળના મહત્વના બે ગ્રહોની યુતિની આ ઘટના નિહાળવા માટે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં આસપાસ વિસ્તારના અનેક ખગોળ રસિકો ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઈડલાઈન સાથે તમામ લોકોને ગુરુ અને શનિની યુતિની આ ઘટના નિહાળી હતી. ટેલિસ્કોપને વિજ્ઞાન કેન્દ્રના છત ઉપર લગાવી આ ખગોળીય ઘટના લોકોએ નિહાળી હતી તેમજ સમગ્ર બાબતની જાણકારી પણ આપવામાં આવી હતી.

ખગોળિય ઘટના નિહાળવા લોકો ઉમટી પડ્યા

ઘટના કેમ બની તે અંગેની જાણકારી અપાઈ

આમ વર્ષો બાદ બનેલી આ ખગોળીય ઘટનાને નિહાળવા તેમજ આ ઘટના કેમ બની તે અંગેની જાણકારી અનેક લોકોને આપવા માટે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને તે માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ઘટના આગામી અઠવાડિયા સુધી લોકોને જોવા મળશે.

ખગોળીય ઘટના નિહાળવા ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં લોકો ઉમટી પડ્યા
Last Updated : Dec 22, 2020, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details