ગુજરાત

gujarat

ETV Bharat / state

કેરીના બોક્સને પાર્સલ કરવા લોકો હવે ST પાર્સલ સર્વિસનો કરી રહ્યા છે ઉપયોગ - st departmentnews

સામાન્ય રીતે કેરીની સિઝનમાં વલસાડ જિલ્લામાંથી ખાનગી વાહનોમાં કે ખાનગી કુરિયર સર્વિસમાં કેરીના બોક્સ મોકલવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સુવિધા ખાસ કરીને વલસાડ જિલ્લામાં ST વિભાગ દ્વારા શરૂ કરવામાં આવતા કેરીની સિઝનના સમયે અનેક લોકો કેરીના પાર્સલ મુકવા માટે ST બસની પાર્સલ સુવિધાનો ઉપયોગ કરતા હોય છે. જોકે ખાનગી કંપનીઓ દ્વારા લેવામાં આવતા ચાર્જ કરતાં ST વિભાગના ચાર્જ મહદ અંશે ઓછા છે. જેના કારણે લોકોને પોતાના સ્વજન સુધી કેરીના પાર્સલ મોકલવા માટે વધુ પ્રમાણમાં ખર્ચો પણ કરવો પડતો નથી.

કેરીના બોક્સને પાર્સલ કરવા લોકો હવે ST પાર્સલ સર્વિસનો કરી રહ્યા છે ઉપયોગ
કેરીના બોક્સને પાર્સલ કરવા લોકો હવે ST પાર્સલ સર્વિસનો કરી રહ્યા છે ઉપયોગ

By

Published : Jun 1, 2021, 1:09 PM IST

  • ST બસના માધ્યમથી કેરીના બોક્સ પોતાના સ્વજનોને મોકલવામાં આવી રહ્યા છે
  • સામાન્ય રીતે ST બસમાં અનેક પ્રકારના પાર્સલો જતા હોય છે પરંતુ કેરીની સિઝનમાં કેરીના બોક્સનું પણ પાર્સલ થાય છે
  • જિલ્લામાંથી અનેક જિલ્લાઓમાં ST બસના માધ્યમથી કેરી પહોંચાડવામાં આવી રહી છે
  • જિલ્લાના ધરમપુર ડેપોથી રોજિંદા 50થી વધુ કેરીના બોક્સને પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે

વલસાડઃજિલ્લાના ધરમપુર ST ડેપોના પાર્સલ વિભાગના જણાવ્યા અનુસાર કેરીની સિઝનમાં દર વર્ષે એસટી વિભાગ દ્વારા કેરીના પાર્સલો જે તે સ્થળે મોકલવામાં આવે છે અને આ સેવા શરૂ કરાઈ છે. આ વખતે વાવાઝોડાની અસરને પગલે છેલ્લા કેટલાક સમયથી લોકો કેરીના પાર્સલ મોકલવાનું ટાળી રહ્યા હતા પરંતુ હવે જ્યારે કેરીની સીઝન જોર ઉપર છે ત્યારે અનેક લોકો પોતાના સ્વજનોને ત્યાં કેરીના 10, 15 અને 20 કિલોના બોક્સના પાર્સલો પોતાના સ્વજનો સુધી અને તેમના ગામ સુધી પહોંચતા કરવા માટે ST બસના પાર્સલ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે ST બસમાં પાર્સલ મોકલવા માટે કિલોમીટર દીઠ અને 20 કિલો મુજબ પૈસા ચૂકવવા પડે છે.

સામાન્ય રીતે ST બસમાં અનેક પ્રકારના પાર્સલો જતા હોય છે પરંતુ કેરીની સિઝનમાં કેરીના બોક્સનું પણ પાર્સલ થાય છે

આ પણ વાંચોઃ ભાવનગરમાં સોસિયાની કેરીનું આગમન: કાચી કેરી 100ની આસપાસ રહેતા લોકોને સ્વાદ ફિક્કો પડશે

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી ST ડેપોના માધ્યમથી કેરીના બોક્સ લઈ જવાય છે

ધરમપુર ST ડેપોના પાર્સલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી લગાતાર કેરીના બોક્સ ઉત્તર ગુજરાત એટલે કે અમદાવાદ, વડોદરા, મહેસાણા, કડી, કલોલ અને ગોધરા જેવા અનેક વિસ્તારોમાં મોકલવા માટે લોકો પાર્સલ સર્વિસ બુકિંગ કરાવી રહ્યા છે, રોજિંદા 50થી વધુ કેરીના બોક્સ ભરાઈને પાર્સલ ઓફિસ સુધી આવી રહ્યા છે. આ તમામ બાબતોને જે તે વિસ્તારની ST બસોમાં જે તે વિસ્તાર સુધી મોકલવા માટેની કામગીરી કરાઈ રહી છે.

કેરીના બોક્સને પાર્સલ કરવા લોકો હવે ST પાર્સલ સર્વિસનો કરી રહ્યા છે ઉપયોગ

અલગ અલગ જગ્યાએ કેરીના બોક્સ મોકલવા અલગ અલગ પ્રકારની કિંમત પાર્સલ સુવિધા માટે નક્કી કરવામાં આવી છે

ધરમપુર ડેપોથી અમદાવાદ સુધી 20 કિલોનું બોક્સ મોકલવું હોય તો ગ્રાહકે 220 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 15 કિલોનું બોક્સ મોકલવું હોય તો 190 રૂપિયા ચૂકવવાના રહેશે. તેમજ 10 કિલોનું બોક્સ મોકલવું હોય તો 170 રૂપિયા ચૂકવવાના રહેશે.

આ પણ વાંચોઃ છેલ્લા 5 વર્ષથી હવામાનની પ્રતિકૂળતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહી છે કેસર કેરી

વડોદરા માટે 20 કિલોના 190 રૂપિયા ચૂકવવા પડશે

વડોદરા માટે 20 કિલોના 190 રૂપિયા, 15 કિલોના 160 રૂપિયા, 10 કિલોના 140 રૂપિયા ચૂકવવાના રહેશે, સુરત સુધી 20 કિલોના બોક્સના 140 રૂપિયા 15 કિલો ના 120 રૂપિયા અને ૧૦ કિલોના બોક્સના સો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે મહેસાણા માટે 20 કિલોના બોક્સના 220 રૂપિયા 15 કિલોના બોક્સ માટે 190 રૂપિયા તો 10 કિલોના બોક્સ માટે 170 રૂપિયા ચૂકવવાના રહેશે. આમ અલગ-અલગ જિલ્લામાં અલગ અલગ શહેરોમાં કેરીના બોક્સ મોકલવા માટે અલગ-અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

લોકોના પાર્સલ પણ સુરક્ષિત સ્થળે સમયસર પહોંચી રહ્યા છે

હાલ કેરીની સીઝન જોરશોરથી ચાલી રહી છે ત્યારે અનેક લોકો પોતાના સ્વજનો માટે મોઢે પાણી આવી જાય એવી વલસાડી હાફુસ અને કેસર કેરી મોકલવા માટે ST બસના પાર્સલ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઇને ST બસની આવકમાં પણ વધારો થયો છે, બીજી તરફ લોકોના પાર્સલ પણ સુરક્ષિત સ્થળે સમયસર પહોંચી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details