- નાણાંપ્રધાન કન દેસાઈના હસ્તે પેડિસ્ટ્રીયન અન્ડરપાસનું ખાતમુહૂર્ત
- વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે
- વર્ષોથી રેલવે ટ્રેક નીચે પેડિસ્ટ્રીયન અન્ડરપાસ બનાવવાની યોજના હતી
- અન્ડરપાસ આગામી માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
વાપી :- વાપીની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા વર્ષોથી રેલવે ટ્રેક નીચે પેડિસ્ટ્રીયન અન્ડરપાસ (Padastrian underpass sub-way) બનાવવાની યોજના હતી. જેની તમામ મંજૂરી મળ્યા બાદ 8.16 કરોડના ખર્ચે 18 ફૂટ પહોળો અને 8 ફૂટ ઉંચો સબ-વે બનાવવાનું ખાતમુહૂર્ત ગુજરાતના નાણાંપ્રધાન કનુ દેસાઈના (FM Kanu Desai) હસ્તે કરવામાં આવ્યું હતું. આ અન્ડરપાસ આગામી માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. કનુ દેસાઈએ આ તબક્કે જણાવ્યું હતું કે વાપી મહાનગરપાલિકા બને તે માટે પણ પ્રયાસો ચાલી રહ્યાં છે.
ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઈએ (FM Kanu Desai) વાપીમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા 8.16 લાખના ખર્ચે આકાર પામનાર પેડિસ્ટ્રીયન અન્ડરપાસ (Padastrian underpass sub-way) સબ-વેના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
નગરજનોને આવાગમન માટે ટ્રાફિકની સમસ્યા હતી
આ પેડિસ્ટ્રીયન અન્ડરપાસ (Padastrian underpass sub-way) સબ વે કેન્દ્ર સરકાર પુરસ્કૃત અમૃત યોજના હેઠળનો પ્રોજેકટ છે. વાપી નગરપાલિકા દિલ્હી-મુંબઈ બ્રોડગેજ રેલવેના કારણે પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેચાયેલ છે. જેના કારણે નગરજનોને આવાગમન માટે ટ્રાફિકની સમસ્યા હતી. જેનું નિરાકરણ લાવવા આ પ્રોજેકટ અમલમાં મુક્યો હતો. જેની તમામ મંજૂરીઓ મેળવી શુક્રવારે કનુ દેસાઈ, વાપી નગરપાલિકા પ્રમુખ, સાંસદ સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વાપી નગરપાલિકા ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા છે
18 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંચા આ પેડિસ્ટ્રીયન અન્ડરપાસ (Padastrian underpass sub-way)સબ-વેમાં નગરપાલિકા દ્વારા એક્સકેલેટરની સુવિધા પૂરી પાડવાનું આયોજન છે. નાણાંપ્રધાને (FM Kanu Desai)જણાવ્યું હતું કે આ પ્રોજેકટ પૂર્ણ થયા બાદ સવા લાખ જેટલી વસ્તીને આવાગમન માટે સુગમતા રહેશે. બોક્સ પુશીંગ પદ્ધતિથી આ અન્ડરપાસ રેલવેની લાઇન નીચે બનાવવામાં આવશે. તો, વાપી નગરપાલિકા ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા છે. અને જો આપણે પ્રયત્ન કરીએ તો મહાનગરપાલિકા પણ બની શકે છે. વાપીમાં છેલ્લા ઘણા સમયથી વિકાસના અનેક કામો પ્રક્રિયાઓને કારણે અટકેલા હતાં. જેની એક મહિનામાં પ્રોસેસ પૂરી કરીને આ વિકાસના કામોને આગળ વધારવામાં આવી રહ્યાં છે તેવો વિશ્વાસ નાણાંપ્રધાને વ્યક્ત કર્યો હતો.