- ભાજપ પ્રદેશ પ્રમુખની કાર્યકર્તાઓને પ્રશિક્ષણ શિબિરમાં શીખઃ'અધિકારી સાથે દોસ્તી કરવી નહીં
- અધિકારી કરતા પાર્ટીના પદાધિકારીને વધુ મહત્વ આપતા શીખો
- સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરવા કર્યું સૂચન
- લોકો સુધી સરકારની યોજના પહોંચતી કરવા જણાવ્યું
વલસાડઃ જિલ્લામાં આવેલી વલસાડ વિધાનસભા બેઠક ઉપર આજે પ્રશિક્ષણ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પેજ પ્રમુખ કમિટીને કાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યકર્તાઓને કમીગીરી અંગે પ્રશિક્ષણ આપ્યું તેમજ દરેક કાર્યકર્તા ઓને લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું. સાથે જ જનજન સુધી સરકારની યોજનાઓ અંગે જાણકારી આપવા જણાવ્યું હતું.
જાહેર મંચ ઉપર બોલતા જીભ લપસી
કાર્યક્રમ દરમ્યાન બોલતાંબોલતાં પાટીલની જીભ લપસી હતી. તેમણે જાહેર મંચ ઉપરથી કાર્યકરોને જણાવ્યું કે અધિકારી સાથે દોસ્તી રાખવી નહીં. એમાં પણ ભાજપ કાર્યકરોએ દોસ્તી રાખવી નહી. અધિકારી સાથે દોસ્તી હોય તો તોડી નાખજો. આવા વિવાદિત નિવેદન જાહેર મંચ ઉપર આપતાં સરકારી અધિકારીઓમાં ભારે ચર્ચાઓ જાગી છે