વલસાડઃ શહેરના કૈલાશ રોડ ઉપર આવેલા એક જર્જરિત બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં બિલ્ડીંગની નીચે મૂકવામાં આવેલા એક બાઇકને નુકસાન પહોંચ્યું છે.જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
વલસાડ કૈલાસ રોડ પર આવેલી જર્જરિત 60 વર્ષ જૂની માણેક એપાર્ટમેન્ટનોનો ભાગ તૂટી પડતા ભયનો માહોલ આ અગાઉ પણ આ બિલ્ડિંગનો કેટલો ભાગ તૂટી ગયો હતો. તે દરમિયાન નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગને તોડી પાડવા માટેની નોટિસ પણ વખતોવખત આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ બિલ્ડીંગને દૂર કરવાની કોઇ કામગીરી કરવામાં આવી નહોતી. જેના પગલે આજે ફરી આ ઘટના બની હોવાનું સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યાં છે.
જર્જરિત 60 વર્ષ જૂની માણેક એપાર્ટમેન્ટનોનો ભાગ તૂટી પડતા ભયનો માહોલ વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર આવેલી એક જર્જરિત બિલ્ડીંગ માણેક એપાર્ટમેન્ટનો પરથી છતનો જર્જરિત ભાગનો એક હિસ્સો ધડાકાભેર તૂટી પડ્યો હતો, ત્યારે નીચે બનાવેલા એક પતરાના શેડની તોડીને નીચે પાર્ક કરેલી એક બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
મહત્વનું છે કે, આ 60 વર્ષ જૂની માણેક એપાર્ટમેન્ટને વલસાડ નગરપાલિકા દ્વારા તોડી પાડવા માટે અગાઉ પણ અનેકવાર નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ એપાર્ટમેન્ટના સંચાલકો દ્વારા આ જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવાની વાત તો દૂર રહી, પરંતુ હજુ પણ તેમાં જ નિવાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં જો આ એપાર્ટમેન્ટ તૂટી પડે તો તેના માટે જવાબદાર બિલ્ડિંગમાં રહેતા લોકો અને તેના સંચાલકો રહેશે.
નોંધનીય છે કે, સાત વર્ષ જૂની અને જર્જરીત બિલ્ડિંગના સમારકામ કરવા માટે પણ કોઈએ તસ્દી લીધી નથી. જેના કારણે બિલ્ડિંગના સરવૈયા તેમજ ફ્લેટનો કેટલોક ભાગ રોજબરોજ ખરી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.