ગુજરાત

gujarat

By

Published : Apr 13, 2021, 8:10 PM IST

ETV Bharat / state

વલસાડ પારનેરા મંદિર કોરોના સંક્રમણને લઈ ચૈત્રી નવરાત્રિ દરમિયાન બંધ રહેશે

પેશવાના સમયમાં બનેલું પારનેરા ડુંગર પર ચામુંડાનું ત્રિમુખ ધરાવતું મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પારનેરા ડુંગર પર મંદિરમાં આવે છે. જો કે, આ વખતે કોરોનાનુ સંક્રમણ ન વધે એવા હેતુથી મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

વલસાડ
વલસાડ

  • ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
  • પેશવાના સમયના બનેલા આ મંદિરનું લોકો માટે ખૂબ જ મહત્વ છે
  • મંદિરની બહાર બેનર લગાવીને ભક્તોને કરવામાં આવી જાણ

વલસાડ : જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને જેને લઇને દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે અને જેને અનુલક્ષીને દરેક ધાર્મિક સ્થાનો બંધ કરવાની જાહેરાત કરાઈ છે, ત્યારે ચૈત્રી નવરાત્રિને લઈને વલસાડ ખાતે આવેલા પારનેરા ડુંગર ઉપર માતાજીનું સ્થાનક આવેલું છે. નવરાત્રિ દરમિયાન દર્શનાર્થે ભાવિક ભકતોની ભીડ ઉમટી પડતી હોય છે, ત્યારે સંક્રમણ ન ફેલાય એવા હેતુથી ટ્રસ્ટી મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વલસાડ પારનેરા મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે

આ પણ વાંચો:અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ

13 એપ્રિલથી 22 એપ્રિલ સુધી પારનેરા ડુંગર માટે બંધ રહેશે

મંગળવારથી મંદિર બંધ કરવામાં આવ્યું છે, માતા શક્તિની ચૈત્રી નવરાત્રિ દરમિયાન અહીં આગળ મોટી સંખ્યામાં ભાવિક ભકતોની ભીડ જામે છે. સવાર-સાંજ અને બપોર દરમિયાન યોજાતી મંદિરની આરતી દરમિયાન અનેક ભાવિક ભક્તો આરતીમાં લાભ લેવા માટે ઉમટી પડે છે, ત્યારે લોકોની ભીડ એકત્ર ન થાય અને કોરોનાનું સંક્રમણ ન વધે તેવા ઉમદા હેતુસર મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો:જગવિખ્‍યાત સોમનાથ મંદિરના દ્વાર રવિવારથી ભાવિકો માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

મંદિરના પ્રથમ પગથિયાના ગેટ આગળ બેનરો લગાવી લોકોને જાણ કરાઈ

ગુજરાત સરકારની કોવિડ 19ની નવી ગાઇડલાઇન અનુસાર પારનેરા ડુંગરના ટ્રસ્ટી મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને પારનેરા ડુંગરના પ્રથમ ગેટ પર જ એક મોટું બેનર લગાવી દેવામાં આવ્યું છે. જેની અંદર સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મંદિરમાં સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી બંધ રાખવામાં આવ્યું છે, જેથી આવનારા તમામ લોકો મંદિરના પ્રથમ ગેટ ઉપરથી જ સૂચનાઓ વાંચીને પણ થઈ જાય છે. આમ વલસાડ જિલ્લામાં આસ્થાનું કેન્દ્ર ગણાતા પારનેરા માતાજીના મંદિર ચૈત્રી નવરાત્રિ દરમિયાન ભાવિક ભક્તોના દર્શન માટે બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો અમલ મંગળવારથી શરૂ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details