ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોરીના ગુના અટકાવવા પારડી પોલીસનો નવતર પ્રયોગ, સાયકલ પર કરશે નાઈટ પેટ્રોલીંગ - gujarat news

રાત્રિ દરમિયાન પારડી પોલીસ શહેરના મુખ્ય માર્ગો જેવા કે પારડી ચાર રસ્તા, ફુવારા, જૂના બસ સ્ટેન્ડ, દમણીઝાંપા પર પેટ્રોલીંગ કરે છે. પરંતુ ચોર, તસ્કરો કે અન્ય ગુનેગારો મુખ્ય માર્ગ છોડી બજારના અંદરના નાના માર્ગ પર જઈ દુકાનો ઘરોમાં ચોરી તથા અન્ય ગુનાઓ કરતાં હોવાથી પારડી પોલીસે એક નવોજ અભિગમ અપનાવ્યો છે. જેથી પોલીસે સાઇકલ પર નાઈટ પેટ્રોલીંગ કરવાની શરૂઆત કરી છે.

વલસાડ
વલસાડ

By

Published : Jan 29, 2021, 9:34 PM IST

  • મોટા વાહનોમાં નાઇટ પેટ્રોલિંગ વખતે શહેરની ગલીઓ બાકી રહી જાય છે
  • પારડી પોલીસે નાઈટ પેટ્રોલીંગ માટે સાઇકલનો નવતર પ્રયોગ શરૂ કર્યો
  • પારડીના અગ્રણીએ પોલીસ મથકને ત્રણ સાયકલ ભેટ આપી
    પારડી પોલીસ

વલસાડ: શહેરમાં સામાન્ય રીતે રાત્રી દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરતાં પોલીસ જવાનો માટે મોટા વાહનો જીપ કે અન્ય વાહનોની સુવિધા હોય છે, પરંતુ આ મોટા વાહનો શહેરની ગલીઓમાં ફરી શકતા નથી અને તેનો લાભ લઇને કેટલાક ચોર ગુના કરતા હોય છે, ત્યારે હવે આવી નાનકડી ગલીયોમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરી ચોરીના ગુના અટકાવવા માટે સક્ષમ બને તે માટે પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પારડી પોલીસે ત્રણ જેટલી સાઇકલ વસાવી છે અને આ સાઈકલોનો ઉપયોગ કરીને પોલીસ હવે રાત્રી દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરશે.

સ્થાનિક અગ્રણીએ પોલીસ મથકને ત્રણ સાયકલ ભેટ સ્વરૂપે આપી

આ માટે પારડી પોલીસને આજ શુક્રવારે શિવ શક્તિ ડેવલોપર્સના રીતેશભાઈ મોટાણી, કૃણાલ ડેવલપર્સના કૃણાલ પટેલ, બચુભાઈ પટેલે પારડી પોલીસ મથકે આવીને હેલ્મેટ સાથે ત્રણ સાયકલો ભેટમાં આપી છે. પારડી પોલીસ મથકના PSI ગોહિલ અને PSI ડી. જે. બારોટ બંનેએ ત્રણેય સાયકલ સ્વીકારી હતી.

પારડી પોલીસ

પર્યાવરણની જાળવણીની સાથે પોલીસ કર્મીઓનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે

પારડી પોલીસે સાયકલ ઉપર નાઈટ પેટ્રોલીંગના આ નવતર પ્રયોગમાં પર્યાવરણની જાળવણી થશે, ડીઝલની બચત થશે તો સાથે સાથે સાઈકલ ઉપર નાઈટ પેટ્રોલીંગ કરનારા પોલીસ જવાનોને સાયકલ સવારીથી આરોગ્યલક્ષી કસરત પણ મળી રહેશે એટલે કે એક તીરથી ચાર નિશાન. હવેથી પારડી પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં ત્રણેય સાયકલનો ઉપયોગ કરશે અને રાત્રી દરમિયાન પોલીસ સાયકલ પર નાની નાની ગલીઓમા ફરી પેટ્રોલિંગ કરશે જેનાથી લોકોને વધુ સુરક્ષા મળી શકશે અને ગુન્હાખોરીમાં પણ બ્રેક લાગશે.

ABOUT THE AUTHOR

...view details