- પારડી પોલીસે 63800/-કિંમતના દારૂ સાથે 1ને ઝડપી પાડ્યો
- પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરીની યુક્તિને નિષ્ફળ કરી
વલસાડઃ પારડી પોલીસે પૂર્વ બાતમીને આધારે ફાઉન્ટન હોટલ હાઇવે પાસે ટેમ્પોની અટકાયત કરી હતી. તપાસ કરતા ટેમ્પામાં બાંધેલ હુડની ઉપરના ભાગે ટાડપત્રી બાંધીને દારૂની બોટલો ગોઠવીને લઈ જવામાં આવતી હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે 63800/- કિંમતનો દારૂ સાથે 1 ને ઝડપી લીધો હતો.
દારૂની હેરાફેરી કરાઇ નિષ્ફળ
દારૂની હેરાફેરી માટે ખેપિયાઓ અવનવી યુક્તિ અજમાવતા હોય છે. ક્યારેક કાર કે બાઈકમાં ચોરખાનું બનાવતા હોય છે તો ક્યારેક કોઈ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. પરંતુ પોલીસ પણ સચોટ બાતમીદાર મારફતે આવા ખેપિયાઓને ઝડપી પાડતી આવી છે. ફરી એકવાર પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરી કરવાની એક યુક્તિને નિષ્ફળ કરી છે.