ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી પોલીસે 4.23 લાખનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પુરવઠા વિભાગને સોપ્યું - ઘઉંનો જથ્થો

પારડી પોલીસે બાતમીના આધારે એક દમણી ઝાંપા નજીક એક કન્ટેનરને અટકાવી તપાસ કરી હતી. જેમાંથી હજારો કિલો ઘંઉનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો સરકારી છે કે કેમ તે અંગે પોલીસને કાર્યવાહી હાથ ધરી છે.

fd
cf

By

Published : Sep 30, 2020, 8:48 AM IST

વલસાડઃ પારડી પોલીસે દમણી ઝાંપા નજીકથી 23 હજાર કિલો ઘઉંનો જથ્થો ભરી મુંબઇ તરફ જતા કન્ટેનરને અટકાવી પૂછપરછ કરતા ચાલકે સંતોષકારક જવાબ ન આપતા અને કાગળો રજૂ નહીં કરતા પોલીસે 4 લાખ 23 હજારની કિંમતના ઘઉંનો જથ્થો પુરવઠા વિભાગને તપાસ માટે સોંપ્યો છે.

પારડી પોલીસે 4.23 લાખનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પુરવઠા વિભાગને સોપ્યું

પારડી પોલીસને ધરમપુર ચોકડીથી ઘઉંનો જથ્થો ભરેલુ કન્ટેનર મુંબઈ તરફ જઈ રહ્યું હોવાની બાતમી મળતા પોલીસે કન્ટેનરને દમણીઝાંપા બ્રિજ પાસે અટકાવ્યું હતું. જેની તપાસ કરતા તેમાંથી ઘઉંનો જથ્થો મળ્યો હતો. જે બાબતે ડ્રાઇવરે પોલીસને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે 4લાખ 21 હજારનો 23 હજાર કિલો ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર કબ્જે લઈ વધુ કાર્યવાહી માટે પારડી પુરવઠા વિભાગને સોપ્યું હતું.

જેને આધારે પારડી મામલતદાર એન.સી.પટેલની સૂચના મુજબ પુરવઠા વિભાગના કર્મચારીએ પારડી સરકારી ગોડાઉનમાં લઈ જઈ સીઝ કર્યો હતો. પુરવઠાની પ્રાથમિક તપાસમાં આ જથ્થો ગુંદલાવ અન્નપૂર્ણા ફ્લોર મીલથી ભરી મુંબઈ સંઘવી ફૂડ પ્રા.લીમાં લઈ જવાઈ રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે અન્નપૂર્ણા મીલના ડાયરેકટર ભરત જૈને બિલ પણ રજૂ કર્યા હતા. હાલ બિલો અને અન્ય પૂરાવાની ચકાસણી બાદ જ આ ઘઉંનો જથ્થો સરકારી છે કે, કેમ તે બહાર આવશે. જોકે આ સમગ્ર પ્રકરણમાં પુરવઠા વિભાગ દ્વારા તમામ બિલોની ચકાસણી બાદ જ ખબર પડશે કે સમગ્ર ઘઉંનો જથ્થો કાયદેસર છે કે બારોબાર સગે થઈ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details