પારડીના કલસર ગામનો સભ્ય ફેરિયા પાસે 2000ની લાંચ લેતા ઝડપાયો - news in valsad
વલસાડ: જિલ્લાના કલસર ગામે ACBની ટીમે સફળ ટ્રેપ કરી પંચાયતના સભ્યને 2000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. કલસર ગામના પંચાયતના સભ્ય ACBની સફળ ટ્રેપમાં અમ્રતભાઈ મોહનભાઈ પટેલે એક ફેરિયા પાસેથી ગામમાં ધંધો કરવા માટે 2000 રૂપિયાની લાંચ માંગતા કરાય ધરપકડ.
![પારડીના કલસર ગામનો સભ્ય ફેરિયા પાસે 2000ની લાંચ લેતા ઝડપાયો Pardi Kalasara village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5632445-thumbnail-3x2-vld.jpg)
ACB વલસાડ અને ડાંગ દ્વારા અપાયેલી અખબારી યાદી મુજબ બુટ, હેલમેટ વિગેરે વેચવાનો ફેરી ઉપર ધંધો કરતા એક ફરીયાદી કલસર ગામ વડીયા ચાર રસ્તા પાસે બેસી છેલ્લા એક અઠવાડીયાથી બુટ, હેલમેટ વેચવાનો ધંધો કરતો હતો અને આરોપી અમ્રતભાઈ મોહનભાઈ પટેલ કલસર ગ્રામપંચાયત સભ્યએ ફરીયાદી પાસે ધંધો કરવા બેસવા માટે દર મહિને વહેવાર પેટે રૂપિયા 2000 રૂપિયાની માંગણી કરી હતી.
આ લાંચમાં માંગેલ નાણા ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ વલસાડ ACB પોલીસ સ્ટેસનમાં ફરીયાદ કરતા જે ફરીયાદના આધારે 7મી જાન્યુઆરીએ લાંચનું છટકુ ગોઠવતા આરોપી અમ્રતભાઈ મોહનભાઈ પટેલ (કલસર ગ્રામપંચાયત સભ્ય) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 2000 રૂપિયા સ્વીકારતા આબાદ સપડાઈ ગયો હતો.
ટ્રેપમાં સપડાયેલ આરોપી સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ટ્રેપિંગ અધિકારી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી પોલીસ સ્ટેસન અને ACB સ્ટાફ સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, ACB સુરત એકમ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.