ગુજરાત

gujarat

By

Published : Apr 11, 2021, 12:41 PM IST

ETV Bharat / state

પારડી ફોરેસ્ટ વિભાગે પાળેલા પોપટ રાખનાર 7 સામે કાર્યવાહી કરી

વલસાડના પારડી જંગલ વિભાગે અલગ-અલગ સ્થળે રેડ કરી 12 પોપટ કબ્જે લીધા હતા. તથા પોપટ પાળનાર 7 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

વિવિધ જાતિના પોપટ
વિવિધ જાતિના પોપટ

  • લોકો પાલતુ પ્રાણી તરીકે વિવિધ જાતિના કૂતરાઓને પાળે
  • વિવિધ જાતિના પોપટ પાંજરામાં પૂરીને પોતાના શોખ પુરા કરે
  • પારડી જંગલ વિભાગે 12 પોપટ કબ્જે કરીને ઘરમાલિકો સામે કાર્યવાહી હાથ ધરી

વલસાડ : લોકો પાલતુ પ્રાણી તરીકે વિવિધ જાતિના કૂતરાઓને પાળે છે. હવે લોકો વિવિધ જાતિના પોપટ પાંજરામાં પૂરીને પોતાના શોખ પુરા કરી રહ્યા છે. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાની બાતમી આધારે પારડીમાં અલગ-અલગ સ્થળે ઘરમાં રેડ કરવામાં આવી હતી. જેમાં પાળેલા 12 જેટલા પોપટ ઘર માલિકો પાસે થી કબ્જે કરી 7 લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ફોરેસ્ટ વિભાગે પાળેલા પોપટ રાખનાર 7 સામે કાર્યવાહી કરી

આ પણ વાંચો : નવસારીના ઘેલખડી વિસ્તારમાથી 12 પોપટ પાળનારા 7 આરોપીની ધરપકડ


વિવિધ પ્રજાતિના પોપટ ફોરેસ્ટ વિભાગને મળ્યા

પારડી શહેરમાં બાલદા હનુમાન ફળિયા ખાતે પિંજરામાં પાળેલા એલેક્ઝેડેનરાઇન પેરાક્ટિ, રોઝ રીંગેડ પેરાક્ટિ જાતિના 4 પોપટ તેમજ વાઘછીપા નવીનગરી ખાતેરોઝ રીંગેડ પેરાક્ટિ જાતિના 8 પોપટ મળી કુલ 12 જેટલા પોપટોશીડ્યુલ-4 મુજબ કબ્જો લઈ 7 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લઈ પોપટ પાળવાના શોખીનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પારડી જંગલ ખાતાની ટીમ દ્વારા પારડી અને વાઘછીપા વિસ્તારમાં રેડ કરી શોડ્યુલ 4માં આવતા પક્ષીને કબ્જે લેવાયા હતા.

આ પણ વાંચો : નર્મદા: જંગલ સફારી પાર્કમાં બોલતા દુમખલ પોપટ બન્યા આકર્ષણનું કેન્દ્ર

ABOUT THE AUTHOR

...view details