- પારડી ભાજપ પ્રમુખે ઉપ પ્રમુખને તમાચો મારી દેતા ઉપ પ્રમુખે રાજીનામુ ધરી દીધું
- પેજ પ્રમુખની કામગીરીને લઇ પારડી કાર્યાલય પર થઇ બંને વચ્ચે શાબ્દિક ટપાટપી
- ગુસ્સે ભરાયેલા પ્રમુખે પોતાની મર્યાદા ન જાળવી ઉપ પ્રમુખને તમાચા માર્યા અને ગેટઆઉટ કરી દીધા
વલસાડઃ આગામી દિવસમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી વલસાડ જિલ્લામાં આવી રહી છે, ત્યારે વલસાડ જિલ્લા ભાજપ સંઘઠનમાં બનેલી પારડીની ઘટનાએ ચકચાર મચાવી છે, પેજ પ્રમુખની કામગીરી કરવા બાબતે પારડી તાલુકા ભાજપ પ્રમુખે ઉપ પ્રમુખને ભાજપ કાર્યાલયમાં જ બે તમાચા મારી દેતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ બાબતે ઉપ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી પોતાના પદ પરથી રાજીનામુ આપી સમગ્ર ઘટના અંગે જાણ કરી છે, જો કે આ સમગ્ર બાબતે ભાજપ પ્રમુખ અજાણ હોવાનું જણાવ્યું હતું, જયારે ઘટના બન્યા બાદ તેઓ પણ પારડી કાર્યાલય ખાતે પહોચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પારડી ભાજપ પ્રમુખે અન્ય ઉપર કામગીરીનું પ્રેસર વધારતા ઘટના બની
સામાન્ય રીતે ભાજપ દ્વારા હાલ સ્થાનિક સ્વરાજ ની આવી રહેલી ચૂંટણીમાં પેજ લેવલ સુધી ની કામગીરી કરવા માટે પેજ કમિટી બનાવવાનની કામગીરી કરવામાં આવી રહી છે જે બાબતે પારડી ભાજપ પ્રમુખે ઉપ પ્રમુખ તેમજ અન્ય કાર્યકરો ઉપર પ્રેસર વધારતા પ્રથમ બોલાચાલી થઇ અને ત્યાર બાદ પારડી ભાજપ પ્રમુખે ઉપ પ્રમુખને બે લાફા મારી દેતા સમગ્ર ઘટના હાલ ખુબ ચર્ચાનો વિષય બની છે.
ઉપ પ્રમુખે ઘટના બન્યા બાદ લેખિતમાં આપ્યું રાજીનામું