વલસાડ: પારડી ખાતે આવેલા સ્વાધ્યાય મંડળ સંસ્કૃત પાઠશાળાના હોલમાં ગુરુવારે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જન જાતિ મોરચાની કારોબારી બેઠકનુંં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ હાજરી આપી હતી. તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદા આ અંગે વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
પારડીમાં ભાજપની ST મોરચાની ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ - At Pardi, the BJP
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જન જાતિ મોરચાની કારોબારી બેઠક પારડીના સ્વાધ્યાય મંડળ હોલમાં યોજાઇ હતી. જેમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ હાજરી આપી હતી. તેમણે અનુસૂચિત જનજાતિના તમામ કાર્યકર્તાઓને નાગરિકતા અધિનિયમ બિલ 2019 અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, CAA સદીઓથી ભારતમાં વસવાટ કરતા લોકો માટે જ નહીં આ બિલ અને કાયદો અન્ય દેશોમાંથી ભારતમાં આવીને વસવાટ કરનારા શરણાર્થીઓ માટે બનાવવામાં આવ્યો છે.
ગણપત વસાવાએ કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા અંગે કોંગ્રેસે ભારતની જનતાને ગેરમાર્ગે દોરી છે. તેમણે કહ્યું કે, સદીઓથી ભારતમાં વસવાટ કરનારા લોકો માટે આ કાયદો છે, જ નહીં અમલ કરવામાં આવેલો આ કાયદો બહારના દેશોમાંથી ભારતમાં આવીને વસવાટ કરનારા શરણાર્થીઓને લાગુ પડે છે. પરંતુ તેમ છતાં પણ કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. જેની તેમને સંપૂર્ણ જાણકારી છે જ નહીં. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સભ્યો દ્વારા આ કાયદાને સમજીને તેનો સમર્થન માટે વિશેષ જાગૃતતા રેલીઓ કાઢવામાં આવી છે.
આ કારોબારી બેઠક દરમિયાન મન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર વલસાડના સાંસદ ડૉ. કે. સી. પટેલ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઈ પટેલ પારડીના ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ સહિત ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો તેમજ અનુસૂચિત જન જાતિ મોરચાના કાર્યકરોએ મોટી સંખ્યામાં પારડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.