વલસાડ : પારડી તાલુકાના ડુંગરી ગામે નરોત્તમભાઈના ઘરે રાત્રીના સમયે દીપડો આવી ચડ્યો હતો. અચાનક આવેલો દીપડો વાછરડાનું મારણ કરી નાસી ગયો હતો. નરોત્તમભાઈએ સમગ્ર ઘટના અંગે તેમને ગામના સરપંચ ગીતાબેનને જાણકારી આપી હતી. જે બાદ તેઓ પણ સ્થળ ઉપર પોંહચ્યા હતા અને પારડી ફોરેસ્ટ વિભાગને સમગ્ર ઘટના અંગે માહિતગાર કર્યા હતા.
વલસાડના ડુંગરી ગામે દીપડાએ વાછરડાનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ - valsadnews
વલસાડ જિલ્લાના પારડી ગામે પશુપાલકના વાછરડાનું દીપડાએ મારણ કર્યું હતું. છેલ્લા 10 દિવસમાં દીપડાએ બીજો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
વલસાડ
છેલ્લા 10 દિવસમાં ગામમાં બીજી વખત દીપડાએ વાછરડાનું મારણ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખેડૂતોમાં એટલી હદે ભયનો માહલો સર્જાયો છે કે, રાત્રી કે દિવસ દરમિયાન પોતાના ખેતરમાં ખેતી કામ કરવા પણ જતા નથી.