ગુજરાત

gujarat

By

Published : Sep 8, 2020, 9:45 PM IST

ETV Bharat / state

વલસાડ: આદિવાસી વિસ્તારમાં ડાંગરની ખેતીમાં સાથે રોપવામાં આવે છે 'નજર ભાત', જાણો કારણ

વલસાડ જિલ્લામાં આદીવાસી સમાજના લોકો મોટાભાગે ડાંગરની ખેતી કરે છે. ત્યારે વર્ષોની પરંપરા મુજબ ડાંગરના પાકને નજર ન લાગે એ માટે ડાંગરના ખેતરમાં કાળા રંગનો પાક રોપવામાં આવે છે. લોકોનું માનવું છે કે, આ પ્રકારનો પાક ખેતરમાં રોપવાથી ડાંગરને નજર લાગતી નથી.

આદિવાસી વિસ્તારમાં ડાંગરની ખેતી
આદિવાસી વિસ્તારમાં ડાંગરની ખેતી

વલસાડઃ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના મોટા ભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે અને જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો ડાંગરની ખેતી પર જ જીવન ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ અંધ શ્રદ્ધાનું બીજ ક્યાંક જોવા મળે છે. ખેતરો એક તરફ લીલાછમ છે ત્યાં અનેક ખેતરોની વચ્ચે કાળા રંગનું ભાત જોવા મળે છે, જે અન્ય કરતા અલગ તરી આવે છે.

આદિવાસી વિસ્તારમાં ડાંગરની ખેતી

આ ભાતને લોકો નજર ભાત તરીકે ઓળખાવે છે અને તેઓનું માનવું છે કે બુરી નજરથી ડાંગર ના પાકને બચાવવા માટે કાળા રંગનું ભાત ખેતરની વચ્ચે ઉગાડવામાં આવે છે. નાના બાળકને જેમ કોઈની બુરી નજરથી બચાવવા માટે કાળા રંગનું મેષનું તિલક કરવામાં આવે છે, એમ જ લીલા ડાંગરના પાકની વચ્ચે કાળા રંગનું ટપકું સમાન આ નજર ભાત પણ અનેક ખેતરોમાં આજ કાલ ઝૂમતું જોવા મળે છે.

આદિવાસી વિસ્તારમાં ડાંગરની ખેતી

અગાઉના સમયમાં પહેલા લોકો અન્ય વનસ્પતિના ઝાડનું થડ અને ડાળીઓનો ઉપયોગ કરતા હતા પણ હવે કાળા રંગનું ભાત માર્કેટમાં આવી જતા લોકો ખેતરમાં તે ઉગાડતા થયા છે.

આદિવાસી વિસ્તારમાં ડાંગરની ખેતી

નોંધનીય છે કે, ખેડૂતોએ આજે પણ તેમની આ વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી છે. લોકોનું કહેવું છે કે જો તેઓ તેમ ના કરે તો તેમનો આખા વર્ષનો ડાંગરનો પાક પણ બગડવાની દહેશત છે, ત્યારે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આજે પણ અનેક ખેતરોમાં "નજર ભાત"(કાળા રંગનું ડાંગર) જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details