વલસાડમાં BSNLના 300થી વધુ કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમમાં કરી અરજી - LATEST NEWS OF BSNL EMPLOYEES
વલસાડ: સમગ્ર દેશમાં હાલ ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL) વિભાગના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે આગામી તારીખ 3 ડિસેમ્બર સુધી ચાલનાર છે. ત્યારે વલસાડ BSNLના 300થી વધુ કર્મચારીઓ આ સ્કીમનો લાભ લેવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટેની જાહેરાત કરી છે.
વલસાડમાં BSNLના 300થી વધુ કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમમાં કરી અરજી
વલસાડ જિલ્લામાં BSNLમાં કામ કરતા અનેક કર્મચારીઓમાં આજ કાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સરકાર દ્વારા તારીખ 4 નવેમ્બર થી 3 ડિસેમ્બર સાંજે 5 -30 વાગ્યા સુધી કેન્દ્ર સરકાર દ્વારા વય નિવૃત્તિ માટે સક્ષમ બનેલા દેશના અનેક કર્મચારી માટે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં વલસાડના 300 કરતા વધુ કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લેશે. સમગ્ર બાબતે વલસાડ જિલ્લા જનરલ મેનેજર સાહાએ ઈટીવી ભારતને માહિતી આપી હતી.