- જિલ્લા પંચાયતની 38 બેઠકોના 153 ઉમેદવારી ફોર્મ પૈકી 91 માન્ય રહ્યાં
- કુલ 196 બેઠકો માટે 471 ઉમેદવારોના ફોર્મ માન્ય
- 759 ઉમેદવારી ફોર્મમાંથી 471 માન્ય રહ્યાં
- 2 કરતાં વધું સંતાન હોવાથી કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ થયુ રદ
વલસાડઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 196 બેઠકો માટે કુલ 759 ઉમેદવારી પત્રકો ડમી સાથે ભરવામાં આવ્યાં હતાં. જોકે ઉમેદવારી ફોર્મ ચકાસણી બાદ 288 ઉમેદવારી ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે જ્યારે 471 ઉમેદવારી ફોર્મ માન્ય ગણવામાં આવ્યા છે.
જિલ્લામાં ભરાયેલા 759 ફોર્મ ભરાયા કઈ બેઠક ઉપર કેટલા ઉમેદવારી પત્રકો ભરાયા
જિલ્લા પંચાયતની વલસાડની 38 બેઠક માટે કુલ 153 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ચકાસણી બાદ 62 ફોર્મ અમાન્ય જ્યારે 91 ફોર્મ માન્ય થયા છે. વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠક માટે 144 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં જેમાં 344 ફોર્મ અમાન્ય જ્યારે 80 ફોર્મ માન્ય રહ્યા હતાં. પારડી તાલુકા પંચાયતની 22 બેઠક માટે 78 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યાં હતાં, જેમાં 27 ફોર્મ અમાન્ય જ્યારે 53 ફોર્મ માન્ય રહ્યા હતાં. વાપી તાલુકા પંચાયતની 20 બેઠક માટે 69 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં 26 અમાન્ય જ્યારે 43 માન્ય રહ્યાં. ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠક માટે 122 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં જેમાં 45 અમાન્ય જ્યારે 77 માન્ય રહ્યા. કપરાડા તાલુકા પંચાયતની 30 બેઠક માટે 124 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં જેમાં 544 અમાન્ય 70 માન્ય રહ્યા. ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 99 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં જેમાં 40 અમાન્ય જ્યારે 59 માન્ય ગણવામાં આવ્યાં હતાં.
કોંગ્રેસના પ્રેમીલા બેન મોતિરામ ધૂમનું ઉમેદવારી ફોર્મ રદ
ધરમપુર તાલુકા પંચાયતની મુરદ્દડ બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર પ્રેમીલા બેન મોતિરામ ધૂમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. જેની પાછળનું કારણ સરકારના નિયમ અનુસાર તેમને બે કરતાં વધુ સંતાન છે. તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવતાં રાજકારણ ગરમાયું છે. આમ વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ 196 બેઠકો માટે ભરવામાં આવેલા 759 ઉમેદવારી ફોર્મ પૈકી 288 અમાન્ય જ્યારે 471 માન્ય કરાયા છે.