- વાપીમાં નવા રાજ્યપ્રધાનના હસ્તે મોદીના જન્મ દિવસની ઉજવણી
- છીરી ગામે કેક કાપી વેક્સિનેશન ડ્રાઈવ યોજી ઉજવણી કરાઈ
- નાણા મંત્રાલય મળવા બદલ કનુ દેસાઈને અભિનંદન પાઠવ્યાં
વલસાડ: વાપીમાં ઔદ્યોગિક શાળા ખાતે ગુજરાત રાજ્યના નવા પ્રધાન મંડળમાં ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણના પ્રધાન કુબેર ડીંડોરના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. છીરી ગ્રામ પંચાયત ખાતે નરેન્દ્ર મોદીના જન્મ દિવસની કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી. છીરી ગામે વેક્સિનેશન ડ્રાઈવ પણ રાખવામાં આવી હોવાથી મોટી સંખ્યામાં લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય કનુ દેસાઈને નાણામંત્રાલય મળ્યા બાદ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
વાપી અને ઉમરગામમાં મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન ઉમરગામ ખાતે શ્રમ રોજગાર દ્વારા ચેકઅપ કેમ્પ
વાપીમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના 71 મા જન્મ દિવસની ઉજવણી નિમિતે નવા પ્રધાન મંડળમાં ઉચ્ચ ટેક્નિકલ વિભાગના પ્રધાન કુબેર ડીંડોરના હસ્તે વાપીમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં ઉપસ્થિત રહેલા કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 મા જન્મદિવસ નિમિત્તે દેશને સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર આપી સાચા અર્થમાં સાર્થક કરવાનું કાર્ય આ સરકારે કર્યું છે.
વાપી અને ઉમરગામમાં મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કોરોનામાં અનાથ બનેલા બાળકોને આર્થિક સહાય આપી
તેમના જન્મ દિવસની ઉજવણી નિમિતે હાલના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શીર્ષક હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જે અંતર્ગત હાલમાં કોરોનાકાળમાં માતાપિતાનું છત્ર ગુમાવનારા બાળકોને આર્થિક મદદરૂપે તેમના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે. અનેક લાભાર્થીઓને વિશેષ સહાય આપી છે.
વાપી અને ઉમરગામમાં મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન લાભાર્થીઓને કીટ વિતરિત કરી
છીરી ગામે વેક્સિનેશન ડ્રાઈવ અને કેક કટિંગ કરી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે કોઈ ફેરફાર કરશે કે કેમ તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હજુ તેણે રાજ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ચાર્જ લેવાનો બાકી છે એટલે તે અંગે ચાર્જ લીધા બાદ જવાબ આપીશ.
ચંદન સ્ટીલ કંપનીના કામદારોનું હેલ્થ ચેકઅપ કરી કેક કટિંગ કરી ઉજવણી કરી
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અને દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ નિમિતે ઉમરગામ ખાતે અને વલસાડ જિલ્લા સહિત નવસારી જિલ્લામાં શ્રમ યોગી કલ્યાણ બોર્ડ, GVK EMRI MHU (Aarogya sanjivni) વાપી શ્રમ લોકેશનની એમ્બ્યુલન્સ દ્વારા ચંદન સ્ટીલ કંપનીના કામદારોનું હેલ્થ ચેકઅપ કરી, કેક કટિંગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન્મ દિવસ નિમિત્તે વાપીના કાર્યક્રમમાં વાપી મામલતદાર, જિલ્લા ભાજપ મહામંત્રી, છીરી ગામે છીરી ગામના સરપંચ, સભ્યો, ગામના નાગરિકો અને ભાજપ શહેર-તાલુકા-નોટિફાઇડના પ્રમુખ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે ઉમરગામમાં આરોગ્ય સંજીવની ના પ્રોજેકટ કો-ઓર્ડીનેટર નિમેષ પટેલ, ચંદન સ્ટીલના HR મેનેજર અભિષેક રાજભર સહિત તેમની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.