જામનગરઃ કુદરત રૂઠે ત્યારે માનવીની શું તાકાત છે, આવા જ ભયાનક કોરોના રૂપી રાક્ષસને નાથવા માટે આખું વિશ્વ જ્યારે બંધમાં હોય ત્યારે માણસ શું કરી શકે ન ખાવા મળે ત્યારે માણસ પોતાની માનવતા ગુમાવતો હોય છે. જામનગરમાં સેવાભાવી સંસ્થાઓએ ગરીબોને મદદ શરૂ કરી છે. દરરોજ 600થી વધુ લોકોને બપોરે વિના મૂલ્યે ભોજન તથા પાર્સલ વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં સેવાભાવી સંસ્થાઓએ ગરીબોને મદદ શરૂ કરી - organizations started helping the poor family in Jamnagar
જામનગરમાં સેવાભાવી સંસ્થાઓએ ગરીબોને મદદ શરૂ કરી છે. દરરોજ 600થી વધુ લોકોને બપોરે વિના મૂલ્યે ભોજન તથા પાર્સલ વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશ પર આવેલી આફતનો સામનો કરવા જામનગરની ખોડિયાર ડાઇનિંગ હોટેલ ગ્રુપવાળા હસમુખભાઈ સંઘાણી દ્વારા હાલ લોકડાઉનના પગલે ભોગાત આસપાસના વિસ્તારોમાં જે ગરીબ પરિવારો ગરીબીમાં જીવી રહ્યાં છે.
આ લોકો ટકનું કરીને ખાતા લોકો છે, તેમને હાલ લોકડાઉનના પગલે ખાવાની સમસ્યા ન નડે તે માટે પ્રણામી નગર, ઈવાપાકૅ, મંગલ દીપ, શંકર ટેકરી, ગોકુલ નગર તેમજ પાણાખાણ વિસ્તારમાં બપોરે વિના મૂલ્યે ભોજન તથા પાર્સલ વિતરણ કર્યું હતું. જેમાં 600 જેટલા લોકોએ લાભ લીધો હતો. જેમાં હસમુખભાઈ સંઘાણી, ગિરધરભાઈ સંઘાણી, જીજ્ઞેશ નારીયા, (ભાવિક સંઘાણી-શ્રી રાજ ઇરિગેશન), એમ.ડી.મકવાણા પ્રિન્સીપાલ, શ્રી માધ્યમિક શાળા મોટી ગોપ, મનસુખભાઈ કદાવલા, વિમલ જોશી, જેન્તીભાઈ સોલંકી ગણેશ ગાંઠીયા સેન્ટર વડોદરાનો સાથ સહકાર મળ્યો હતો.