ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કોંગ્રેસે કર્યો સરકારના ગેરબંધારણીય પરિપત્રનો વિરોધ, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું - unconstitutional circular

સરકાર દ્વારા હાલમાં અનેક સરકારી નોકરીઓ SC, ST અને OBC સમાજના લોકોના યુવાનોને મળી ન શકે એવા કેટલાક ફેરફારો સાથેનો પરિપત્ર બહાર પાડ્યો છે. સમાજના હક અને અધિકાર પર તરાપ મારવામાં આવી હોય, આવા પરિપત્રને રદ્દ કરવા દરેક જિલ્લા અને તાલુકામાં બુધવારે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વલસાડ કોંગ્રેસ દ્વારા સરકારના પરિપત્રના વિરોધ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

oppose-of-governments-unconstitutional-circular-congress-gave-application-to-the-collector
કોંગ્રેસે કર્યો સરકારના ગેરબંધારણીય પરિપત્રનો વિરોધ

By

Published : Jan 29, 2020, 9:38 PM IST

વલસાડઃ SC, ST અને OBC સમાજના હક અધિકાર માટે ગેરબંધારણીય પરિપત્રને રદ્દ કરવાની માગને સાથે બુધવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને SC, ST અને OBC Cell દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ બી. પટેલની આગેવાની હેઠળ કલેકટર કચેરી, વલસાડ ખાતે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજી વલસાડ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં હતું.

કોંગ્રેસે કર્યો સરકારના ગેરબંધારણીય પરિપત્રનો વિરોધ

આ પ્રદર્શનમાં વલસાડ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, જિલ્લા પંચાયત સભ્ય જયશ્રીબેન પટેલ, વલસાડ જિલ્લા SC, ST અને OBC cellના પ્રમુખ વિનયભાઈ વાડીવાલા, શિવાજીભાઈ પટેલ અને અજયભાઈ મેહવાલા સહિત કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details