ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણય અંગે વલસાડની મહિલાઓનો પ્રતિસાદ - valsad

કેન્દ્ર સરકાર આગામી સમયમાં યુવતિના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરી શકે છે. જો કે, આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લામાં પણ અનેક મહિલાઓ સરકારનો આ નિર્ણય યોગ્ય હોવાનું માની રહી છે. એમાં પણ વલસાડ જેવા આદિવાસી વિસ્તારમાં માત્ર 18 વર્ષની નાની ઉમરે લગ્ન બાદ મોટા ભાગની યુવતિ 19 વર્ષે તો ગર્ભધારણ કરી માતા બની જતી હોય છે. જે યુવતિઓના શારીરિક આરોગ્ય માટે યોગ્ય નથી.

Opinion of valsad people
યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ વલસાડની મહિલાઓનો પ્રતિસાદ

By

Published : Sep 3, 2020, 6:12 PM IST

વલસાડઃ હાલમાં જ યુવતિના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારે 21 વર્ષ કરવાના નિર્ણય અંગે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. ત્યારે વલસાડમાં આ સમગ્ર બાબતે ETV BHARAT દ્વારા મહિલાઓનો પ્રતિસાદ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે પૈકી મહિલા તબીબોએ સરકારના આ નિર્ણય અંગેની વિચારણા સંપૂર્ણ રીતે યોગ્ય ગણાવી છે.

યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ વલસાડની મહિલાઓનો પ્રતિસાદ
વલસાડના પારડીમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર જીજ્ઞા ગરાસીયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા વિચારાધીન મુદ્દો છે તે ખૂબ જ યોગ્ય છે. કારણ કે, 18 વર્ષની ઉંમર યુવતિઓ માટે માત્ર પરિપક્વતાની ઉંમર હોય છે. તેઓને સમગ્ર બાબતે જવાબદારીઓ ઉઠાવવા માટે આ યોગ્ય નથી.

આ ઉપરાંત જિલ્લાના પારડીમાં બાળ રોગોના નિષ્ણાત ડૉક્ટર જીજ્ઞા દલવાડી જણાવ્યું કે, સરકારનો વિચાર મારી દ્રષ્ટિએ ખૂબ યોગ્ય છે. કારણ કે, 18 વર્ષની ઉંમર એ યુવતીઓ માટે અપરિપક્વ હોય છે અને આ સમયે તેના લગ્ન કરવા એ યોગ્ય નથી. લગ્ન માટે યુવતી પરિપક્વ હોય તે ખૂબ જ જરૂરી હોય છે અને જેથી કરીને સરકારનો જે નિર્ણય વિચારાધીન છે, તે ખૂબ જ યોગ્ય છે.

ABOUT THE AUTHOR

...view details