ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-1નું ખાતમુહૂર્ત, આ યોજનાથી અનેક ગામોને થશે લાભ - પાણી પુરવઠા યોજના પેકેજ 1 નું ખાતમુહૂર્ત

વલસાડના પારડી તાલુકાના ધગડમાળ ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગરના સહયોગથી પારડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-1ના ખાતમુહૂર્ત આજે ગુજરાતના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ અને ભરત પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

valsad

By

Published : Jul 25, 2020, 10:58 PM IST

વલસાડ: પારડી તાલુકાના ધગડમાળ ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગરના સહયોગથી પારડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-1 ના ખાતમુહૂર્ત આજે ગુજરાતના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ અને ભરત પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ યોજનાની કામગીરી શરૂ થતાની સાથે જ આસપાસના પારડી તાલુકાના 40 જેટલા ગામોને પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ જશે. 112.48 કરોડની પારડી જૂથ પાણી પુરવઠા યોજનાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

પારડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 1 નું ખાતમુહૂર્ત, યોજનાથી અનેક ગામોને થશે લાભ
પારડી તાલુકાના ધગડમાળ ગામે આજે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગરના સહયોગથી પારડીની આસપાસના 40 જેટલા ગામોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો અપાવવા માટે પારડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 1 નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 1000 કરોડના અંદાજિત ખર્ચે બનનારી આ યોજનાથી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના 40 ગામો 398 ફળીયા અને વર્ષ 2018 ની વસ્તી ગણતરી મુજબ 1,14,795 માણસોની વસ્તીને દમણગંગા જમણા કાંઠા મેઇન કેનાલમાંથી પંચલા ગામ નજીકથી પાણી ઉપાડી પંચલાઇ વર્મા ભેગો કરી પાર્ટી જૂથ પાણી પુરવઠા યોજનામાં ઉપયોગમાં લેવાશે.

આ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં 50 નંગ જેટલી ટાંકી પંપીંગ મશીનરી, 19 નંગ રાઇઝિંગ મુખ્ય લાઈન 49.8 કિલોમીટરથી 40 જેટલા ગામોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ યોજના કેન્દ્રની જલ સેનલ તક અંતર્ગત અમલમાં મુકવામાં આવી છે. આજે આ ખાતમુહૂર્ત પ્રસંગે વલસાડ જિલ્લાના સાંસદ કે.સી પટેલ તેમજ ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજા કરી ખાતમુહુર્ત કર્યું હતું. સાથે સાથે ઉપસ્થિત રહેલા સહકાર પ્રધાન ઈશ્વરસિંહ ભાઈ અને દક્ષિણ ગુજરાત પ્રભારી ભરતસિંહ પરમારના વરદ હસ્તે શ્રીફળ વધારીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ માજી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી તેમજ ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details