ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં પેટીએમ અપડેટ કરવાના બહાને ઓનલાઈન છેતરપિંડી - Sumat realizes the deception

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. ત્યારે ઓનલાઈન ઠગાઈ કરતા ઈસમો પણ સક્રિય બની બેંક ખાતાને ખાલી કરી રહ્યાં છે. આવો જ એક કિસ્સો વાપીમાં બન્યો હતો.

વાપીમાં પેટીએમ અપડેટ કરવાના બહાને ઓનલાઈન છેતરપિંડી
વાપીમાં પેટીએમ અપડેટ કરવાના બહાને ઓનલાઈન છેતરપિંડી

By

Published : Apr 9, 2020, 9:30 PM IST

દમણઃ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. ત્યારે ઓનલાઈન ઠગાઈ કરતા ઈસમો પણ સક્રિય બની બેન્ક ખાતાને ખાલી કરી રહ્યાં છે. આવો જ એક કિસ્સો વાપીમાં બન્યો છે. વાપીના બલિઠાના એક યુવકને પેટીએમ અપડેટ કરવાના બહાને OTP નંબર મોકલી 5800નો ચુનો ચોપડી દીધો હતો.

વાપીમાં પેટીએમ અપડેટ કરવાના બહાને ઓનલાઈન છેતરપિંડી
વાપીના બલિઠામાં રહેતા સુમિત ટાંક નામના યુવકના ખાતામાંથી ઓનલાઈન ફ્રોડ ટોળકીએ 5800 રૂપિયા ઉપાડી લેતા સુમિતે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

સુમતને છેતરાયાનો અહેસાસ થયો અને તાત્કાલિક તેમના ખાતામાં કુલ 38000માંથી બચેલા 33000 હજાર જેવી રકમ પોતાના દોસ્તના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી.

ઓનલાઈન પૈસા ઉપાડનાર ઇસમના મોબાઈલ ફોન પર વાત કરી કે મારા ખાતામાંથી પૈસા કેમ કપાયા છે. તો સામેથી આ પૈસા ફી તરીકે કપાતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે બાદ આ અંગેનો કોઈ જ મેસેજ ન આવતા ઓનલાઈન પૈસા તફડાવી લેનાર ફ્રોડ ટોળકી સામે સુમિતે પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details