ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના ગાડરિયામાં આવેલી કંપનીમાં મશીનનું પતરું તૂટતા કામદારનું મોત - કંપનીમાં મશીનનું પતરું તૂટતા એક કામદારનું મોત

વલસાડઃ ગાડરિયા ગામે ગ્લાસની ટ્યુબ અને રોડ બનાવતી કૃપાચેતન મેન્યુફેકરર કંપની પ્રાઇવેટ લીમીટેડમાં મશીનનું પતરું તૂટતા ત્યાં કામ કરી રહેલા એક કામદારના પેટમાં વાગતા તેના આંતરડા બહાર આવી ગયા હતા અને ગંભીર ઈજાઓને પગલે તેનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ થતાં સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના બન્યા બાદ આજે મૃતકના પરિજનો કંપનીના ગેટ પર એકત્ર થઈ વળતરની માગ સાથે હોબાળો મચાવ્યો હતો.

વલસાડઃ
વલસાડઃ

By

Published : Dec 6, 2019, 3:25 AM IST

વલસાડ ધરમપુર રોડ પર આવેલા ગાડરિયા ગામમાં કૃપાચેતન મેન્યુફેકચર કંપની પ્રાઇવેટ લિમિટેડમાં ગઈ કાલે રાત્રે સેન્ટ્રીફ્યુગલ મશીન પાસે કૃણાલ ધોડિયા કામ કરી રહ્યો હતો, ત્યારે મશીનનો એક તરફનું પતરું અચાનક તૂટી જતા યુવકના પેટના ભાગે વાગતા યુવકના આંતરડા બહાર આવી ગયા હતા અને લોહી વહી જતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું.

વલસાડના ગાડરિયામાં આવેલી કંપનીમાં મશીનનું પતરું તૂટતા કામદારનું મોત

જ્યારે તેની સાથે કામ કરી રહેલા અન્ય એક યુવકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બનતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. બીજી તરફ મૃતકના પરિજનો દ્વારા કંપની પાસે વળતર માટેની માગ કરતા એકત્ર થઈ કંપનીના ગેટ આગળ હોબાળો મચાવ્યો હતો. જે બાદ કંપની સંચાલકોએ વળતર આપવા માટેનું આશ્વાસન આપતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details