ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મ થયાની નોંધાઈ ફરિયાદ - વલસાડમાં બાળકી સાથે દુષ્કર્મ

વલસાડ શહેરમાં રહેતા પરિવારમાં કામ માટે આવતાં બે યુવકોએ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે બાળકીની માતાને જાણ થતાં તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ન્યાયની માંગણી કરી હતી.

By

Published : May 9, 2020, 9:01 AM IST

વલસાડઃ શહેરમા એક જાણીતા વિસ્તારમાં રહેતા પરિવારની 8 વર્ષીય દીકરીને તેમના ત્યાં જ કામ અર્થે આવતા બે યુવકે એકલતાનો લાભ લઇ ઘરના પાછળના ભાગમાં લઇ જઇ 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ બાળકીની માતાને થતાં જ બંને યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ શહેરના જાણીતા વિસ્તારમાં રહેતા પરિવાર ની 8 વર્ષીય દીકરી જે તેમના ત્યાં જ કામ કરતો એક યુવક તુષાર ગૌતમ પટેલ બાળકીને ઘર ની પાછળના ભાગે લઈ જઈ ને દુષ્કર્મ આચર્યું હતું. તો સાથે જ અન્ય એક સગીર યુવકે પણ રેલવે યાર્ડ ખાતે લાઇ જઇને 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

આમ, બંને યુવકો એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની બહાર આવતા ભોગ બનેલા બાળકીની માતાએ વલસાડ સીટી પોલીસ મથક માં ફરિયાદ કરતા પોલીસે બંને યુવકોની ધરપકડ કરી તેમની સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, ભોગ બનેલા પરિવારને ત્યાં બંને યુવક પૈકી એક યુવક કામ કરતો હતો અને તેના લીધે તે બાળકીના સંપર્ક આવ્યો હતો. હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details