ગુજરાત નાશિકને જોડનાર હાઇવે નંબર 848 નાનાપોઢા કપરાડા માર્ગ છેલ્લા કેટલાક સમયથી બિસમાર બન્યો છે. જેને, કારણે માર્ગમાં અનેક નાનામોટા અકસ્માતો સર્જાય રહ્યાં છે. કપરાડા કુંભ ઘાટમાં ગત એક માસમાં સતત ત્રીજી અકસ્માત સર્જાયો છે.
વલસાડ: કપરાડા કુંભ ઘાટમાં વધુ એક અકસ્માત, ડ્રાઈવરનો બચાવ - વલસાડમાં અકસ્માત
વલસાડ: નાનાપોઢા કપરાડા માર્ગ ઉપર કુંભ ઘાટ પાસે વધુ એક ટ્રક પલ્ટી જવાની ઘટના સામે આવી છે. જેમાં ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ થયો છે.

કપરાડા કુંભ ઘાટમાં વધુ એક અકસ્માત, ડ્રાઈવરનો બચાવ
કપરાડા કુંભ ઘાટમાં વધુ એક અકસ્માત, ડ્રાઈવરનો બચાવ
નાશિકથી દમણની કંપનીમાં રંગના બેરલ ભરીને લાવનાર ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઇ હતી. જેમાં ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત એક માસમાં આ સ્થળે સતત ત્રીજો અકસ્માત સર્જાયો છે.