દક્ષિણ વન વિભાગ વલસાડના નાનાપોઢા રેન્જ અધિકારી અભિજીત સિંહ રાઠોડે જણાવ્યું કે, દર વર્ષે ચોમાસામાં જંગલ વિભાગ દ્વારા જંગલમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. વર્ષ 2017-18ની વાત કરીએ તો 24 હજાર જેટલા વૃક્ષો 2017-18માં રોપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2018-19 દરમિયાન 42 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો આ વર્ષે 180 જેટલા હેક્ટરમાં 1 લાખ 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે માટે જંગલ વિભાગમાં આવેલી વિવિધ નર્સરીઓમાં તેના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જે આગામી દિવસમાં જંગલને નવપલ્લિત કરવા માટે તૈયાર થઇ જશે. એક નાના બાળકની જેમ આ તમામ વૃક્ષોને મોટા કરવામાં આવે છે અને તેને મોટા કરવાની માવજત જ ખૂબ મહેનત માગી લેતી હોય છે.
વલસાડના નાનાપોઢા રેન્જમાં 1 લાખ 13 હજાર વૃક્ષોનું કરાશે વાવેતર - વાવેતર
વલસાડ: હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે જંગલ વિભાગ તરફથી દરેક વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. જિલ્લાના નાનાપોઢા રેન્જ વિસ્તારમાં આવેલા 180 હેક્ટર જેટલી જમીનમાં જંગલને ફરીથી નવપલ્લિત કરવા માટે 1 લાખ 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે માટેના છોડો જંગલ વિભાગની નર્સરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. તો ગત વર્ષમાં જે વૃક્ષો ઉગી નથી શક્યા તેવા સ્થળે પણ 42 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
વલસાડના નાનાપોઢા રેન્જમાં 1 લાખ 13 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષમાં જે વૃક્ષો ઉગી નહોતા શક્યા તેવા સ્થળે પણ ફરીથી નવા વૃક્ષો વાવવામાં આવશે. સાથે 180 જેટલા હેક્ટરમાં આવેલું આ નાનાપોઢા રેન્જમાં ફરીથી નવા વૃક્ષો વાવીને તેને નવપલ્લિત કરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.