- ધરમપુરના પૂર્વપટ્ટીના ગામોમાં ઇન્ટરનેટની ગંભીર સમસ્યા
- નેટવર્ક ન આવવાને કારણે અનેક સેવાઓ ખોરંભે
- રાજપુરી જંગલથી લઈને ગળી બીલધા સુધીના ગામોમાં નેટવર્ક સમસ્યા
- રાશનની દુકાન ઉપર ઓનલાઈન કુપન કાઢવા બબ્બે દિવસ સુધી રાહ જોવી પડે છે
- સ્થાનિકોની પરેશાનીમાં થઈ રહ્યો છે વધારો
વલસાડ : જિલ્લાના ધરમપુર અને તેની આસપાસમાં વિસ્તારમાં આવેલા 20થી વધુ ગામોમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા (Mobile network problem) તો છે જ સાથે સાથે નેટવર્ક ન આવવાને કારણે અહીં આગળ ઇન્ટરનેટ (Internet) થી ચાલતી અનેક સુવિધાઓ ખોરંભે પડી છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણની મુશ્કેલી પડી રહી છે. સાથે સાથે સરકારી યોજના માટે ઓનલાઈન કૂપનો (Online coupons) કાઢવા માટેની પણ સમસ્યા લોકોને પડી રહી છે. લોકોને તો બે દિવસ સુધી લાંબી લાઈનોમાં બેસવાની નોબત આવી છે.
ઓનલાઈન રાશનની કુપન કાઢવા માટે મહિલાઓને કલાકો સુધી બેસવું પડે છે
ધરમપુરના ગાડી અને બિલડા જેવા ગામોમાં ઇન્ટરનેટ (Internet) ન હોવાને કારણે સરકારી રાશન મેળવવા માટે અહીં આગળ વસવાટ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે સરકારી રાશન (Government ration) મેળવવા માટે ઓનલાઈન કુપનો કાઢવાની ગંભીર સમસ્યા છે. અહીંયા આગળ રાશનની દુકાન ઉપર લેપટોપ લઈને બેસેલા વ્યક્તિ એક સાથે દોઢસોથી બસ્સો જેટલી રાશનકાર્ડની બુક્સ લઈને બેઠેલો નજરે પડે છે તેની પાછળનું કારણ છે કે, અહીં આગળ ઈન્ટરનેટની ગંભીર સમસ્યા છે. એક કૂપન કાઢવા માટે ક્યારેક 20 મિનિટ તો ક્યારેક બબ્બે ત્રણ-ત્રણ કલાક સુધી રાહ જોવી પડે છે. જે બાદ જ સર્વર કનેક્ટ થતું હોય છે. તો ક્યારેક ક્યારેક તો વીજળીના ધાંધિયા હોવાને કારણે લોકોને બે દિવસ સુધી રાશનકાર્ડની કૂપનથી વંચિત રહેવું પડે છે. જેમાં મહિલાઓની હાલત અત્યંત દયનીય છે.
આ પણ વાંચો : Corona Effect : ધરમપુરમાં 7 કંટક્ટરોને નથી મળી રહ્યું વેતન