- કાળમુખા ટ્રકે લીધા બે રાહદરીઓને અડફેટે
- એકનું ઘટનાસ્થળે મોત, અન્ય એક ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
- સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
વાપીમાં રાહદારી નેપાળી યુવકોને કાળમુખા ટ્રકે અડફેટે લીધા, 1નું મોત - આજનાં સમાચાર
વાપીમાં GIDC ચાર રસ્તા ખાતે સર્વિસ રોડ પર જતાં બે રાહદારીઓને પાછળથી આવતા ટ્રકે અડફેટે લેતાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી: GIDC ચાર રસ્તા ખાતે આવેલા ઓવરબ્રિજ ઉપર એક ટ્રકે બે રાહદારીઓને અડફેટે લીધા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય એક રાહદારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં ઓવરબ્રિજનાં સર્વિસ રોડ પર ચાલી રહેલા બે રાહદારીઓને પૂર ઝડપે આવી રહેલો એક ટ્રક અડફેટે લેતો જોઈ શકાય છે. પોલીસે CCTV ફૂટેજનાં આધારે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સાંજનાં સમયે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા
વાપી GIDC વિસ્તારમાં એક કંપનીમાં કામ કરતાં મૂળ નેપાળનાં મદન થાપા અને માન બહાદુર ગીરી સાંજનાં સમયે નોકરી પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. વાપી GIDC ચાર રસ્તા ખાતેનાં ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર આ બંનેની પાછળથી આવતી એક ટ્રકના ચાલકે બંનેને અડફેટે લીધા હતા. બનાવની જાણ થતાં જ વાપી GIDC પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.