ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં શ્રાવણીયા સોમવારે શિવ મંદિરો બંધ, ભક્તો ગામડાના દેવાલયોમાં દોડ્યા - shravan month news

કોરોના મહામારીના કારણે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પણ મહાદેવના મંદિર બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે શહેરના લોકો ગામડામાં શિવ મંદિર પહોંચ્યા હતા, પરંતુ ત્યા પણ મંદિર બંધ હોવાના કારણે ભક્તોએ મંદિરની બહાર પૂજા કરી પરત ફર્યા હતા.

Shravan month
Shravan month

By

Published : Jul 27, 2020, 1:37 PM IST

વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી છે. ત્યારે આવા સમયમાં હાલમાં મંદિરો ઉપર પણ લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે સરકારે તમામ મંદિરોને બંધ રાખવાની જાહેરાત કરી છે અને એવામાં હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે.

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન કરી તેમના ઉપર જળ અભિષેક અને તેમના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. પરંતુ કોરોના હોવાના કારણે દેવાલયો બંધ છે. ત્યારે શહેરી વિસ્તારના ભાવિક ભક્તજનો ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે વાપી અને વલસાડ જેવા શહેરોને છોડીને ગામડાં તરફ પ્રયાણ કર્યું છે. ગામડાના અનેક મંદિરોમાં આજે ભીડ જોવા મળી હતી. જોકે આજે કેટલાક ગામડાના મંદિરો પણ બંધ હોવાને કારણે દર્શનાર્થે પહોંચેલા લોકો મંદિરના પગથિયે પૂજા કરીને પરત ફર્યા હતા.

શ્રાવણીયો સોમવાર

વલસાડ જિલ્લાના મોટાભાગના દેવાલયો આજે શ્રાવણના પ્રથમ સોમવારે કોરોનાને કારણે બંધ રહ્યા છે. જોકે આ બંધ રહેવાને કારણે ભગવાન ભોળાનાથના દર્શનાર્થે આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ તેમ છતાં પણ ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે શહેરોના બંધ મંદિરોને છોડીને લોકો ગામડાં તરફ વળ્યા છે. ગામડાના અંદરો અંદરના ભાગમાં આવેલા એકલદોકલ શિવજીના મંદિરો ઉપર જઈને લોકોએ પૂજા કરી છે.

વાત કરીએ વલસાડ નજીકના રાતા ગામે આવેલા રામેશ્વર મંદિર આજે વાપીથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જોકે લોકો એકત્ર ન થાય અને કોરોનાનું સંક્રમણ ન વધે તેવા હેતુથી મંદિર પરિસરના દ્વારો બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિર ઉપર જાહેર નોટીસનું પાટિયું પણ લગાવવામાં આવ્યું હતું. તેમ છતાં લોકોએ મંદિરના પગથિયા ઉપર જ બેસીને પૂજા શરૂ કરી દીધી હતી. સ્થાનિક લોકોએ અનેક વાર સમજાવવા છતાં પણ અહીં આવનારા લોકો માને તેમ ન હતા અને મંદિરના પગથિયા ઉપર જ તેમણે પૂજા કરી નાળિયેર વધેરી અને અનેક પૂજાપાનો સામાન મંદિરના પગથિયા ઉપર જ છોડી ગયા હતા.

વલસાડ જિલ્લામાં કોરોનાની સંખ્યાના દર્દીઓ 500 પાર કરી ચુક્યા છે. તેમ છતાં પણ લોકો કોરોનાને લઈને ગંભીરતા દાખવી રહ્યા નથી.

આજે રાતા રામેશ્વર મંદિર ખાતે સેંકડોની સંખ્યામાં મહિલાઓ પૂજા કરવા ઉમટી પડી હતી. મંદિર બંધ હોવાને કારણે મંદિરના ચોગાનમાં બહાર બેસીને કેટલીક મહિલાઓએ પૂજા કરી તો કેટલીક મહિલાઓએ મંદિરના પગથિયે બેસીને ભગવાનની પૂજા કરી હતી. અહીં કોઈ પોલીસ બંદોબસ્ત કે અન્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકોની ભીડ જોવા મળી હતી.

નોંધનીય છે કે રાતા રામેશ્વર મંદિરની સાથે સાથે કોપરલીમાં આવેલા કોપેશ્વર મહાદેવના મંદિરે પણ વાપીથી આવેલા મોટી સંખ્યામાં લોકોએ બેસીને પૂજા કરી હતી. કોપરલી ગામમાં આવેલા મહાદેવના મંદિરે પણ મંદિર પરિસર ખુલ્લું હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપર જળાભિષેક કર્યો હતો. કોરોના હોવા છતાં મંદિર પરિસરમાં ભીડ જામી હોવાનું જાણવા મળી રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details