- પોલીસે ચેકીંગ અભિયાન શરૂ કર્યું
- ચેકીંગ કરતા 120 લોકો નશાની હાલતનમાં ઝડપ્યા
- તમામ ને બસ મારફતે પ્રજાપતિ હોલ ઉપર લઈ જવાયા
વલસાડઃ 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રે જ પારડી પોલીસે દમણ ગુજરાતની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પાતળિયા ખાતે પોલીસ કાફલો ગોઠવી બ્રેથ એનલાઈઝર મશીન વડે ચેકીંગ હાથ ધર્યું હતુ. જે ચેકીંગમાં 120 લોકો ઝડપાયા હતા. પોલીસે ચેકીંગ અભિયાન શરૂ કરતા ભારે ફફડાટ ફેલાયો હતો.
40 થી વધુ પોલીસનો કાફલો પાતળિયા ચેક પોષ્ટ પર
બગવાડા હાઇવે, પાતળિયા ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી પરત ફરતા નશો કરનારા યુવાનોને પારડી પોલીસે ઝડપ્યા હતા. થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રીએ પારડી PSI બી એન ગોહિલે તેમના સ્ટાફના 40 જેટલા જવાનો સાથે પાતળિયા ચેકપોસ્ટ પર ચેકીંગ હાથ ધરી નશાબાજોને ઝડપતા ફફડાટ ફેલાયો હતો. ડિજિટલ બ્રેથ એનલાઈઝર મશીન વડે આલ્કોહોલનું ચેકીંગ કરાયું હતુ.
થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રીએ પારડી પોલીસે 120થી વધુ નસો કરનારા યુવાનોને ઝડપ્યા કોરોનાને કારણે બ્રેથ એનલાઈઝર મશીન માટે યુઝ એન થ્રો સ્ટ્રોનો ઉપયોગ કરાયો
કોરોનાને લઈ બ્રિથ એનેહેલાઈઝર મશીનમાં ફૂંક મારવા માટે પોલીસે યુઝ એન્ડ થ્રો સ્ટ્રોનો ઉપયોગ કર્યો હતો અને આ મશીન મારફતે પોલીસે 120 થી વધુ નશોકરનારાઓનો ઝડપી કાર્યવાહી કરતા ફફડાટ ફેલાય હતો. પોલીસે બસ મારફતે નશો કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે બનાવેલી સ્પેશિયલ જેલ કહી શકાય એવા પ્રજાપતિ હોલ ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.