ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ ખાતે ઓબ્‍ઝર્વરોએ મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે યોજી બેઠક - meetings

વલસાડઃ વલસાડ બેઠકની ચૂંટણી નિષ્‍પક્ષ ન્‍યાયી અને મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી પ્રક્રિયાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જનરલ ઓબ્‍ઝર્વર યશપાલ ગર્ગ (IAS) પોલીસ ઓબ્‍ઝર્વર પવાર પ્રવિણ મધકર (IPS)ની ઉપસ્‍થિતિમાં જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર. ખરસાણની અધ્‍યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

vld

By

Published : Apr 9, 2019, 2:51 PM IST

આ બેઠકને સંબોધતા જનરલ ઓબ્‍ઝર્વર યશપાલ ગર્ગે જણાવ્‍યું હતુ કે, લોકસભા સામાન્‍ય ચૂંટણીની વલસાડ બેઠકની ચૂંટણી ખૂબ જ સાનુકૂળ વાતાવરણમાં અને ન્‍યાયી નિષ્‍પક્ષ રીતે યોજાય તે માટે તકેદારી રાખવા મદદનીશ ચૂંટણી અધિકારીઓને જણાવ્‍યું હતું. ચૂંટણી પ્રક્રિયામાં નાનામાં નાની બાબતોનું ધ્‍યાન રાખી મતદાન સ્‍ટાફને તાલીમબદ્ધ કરી મતદાન પ્રક્રિયામાં સરળતા રહે, મતદાન કેન્‍દ્ર ઉપર લાઇટ, પાણી, દિવ્‍યાંગ મતદારો માટે રેમ્‍પની વ્‍યવસ્‍થા, પ્રિસાઇડીંગ/આસી.પ્રિસાઇડીંગ ઓફિસરો સાથે સંવાદ કરી મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવા જણાવ્‍યું હતું.

પોલીસ ઓબ્‍ઝર્વર પવાર પ્રવિણ મધકરે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય જિલ્લામાં સરહદી નાકાઓ ઉપર CCTV કેમેરા મૂકવા, ચૂંટણી દરમિયાન કોઇ અચ્‍છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા જણાવ્‍યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણે મહિલા મતદાન મથકો બનાવવા, દિવ્‍યાંગો માટે મતદાનની વ્‍યવસ્‍થા, લેપ્રસીગ્રસ્‍ત મતદારો મતદાન કરે તે માટે વિશેષ અભિયાન હાથ ધરવા, પોસ્‍ટલ બેલેટની વ્‍યવસ્‍થા, ચૂંટણી દરમિયાન EVM મશીન ખરાબ તો ઝડપથી પહોંચાડી શકાય તે મુજબના રૂટ બનાવવા, ઓન ડ્યુટી સ્‍ટાફ માટે મતદાન અંગેની કાર્યવાહી કરવા, મહિલા મતદાન મથકોમાં રાજકીય પક્ષોના એજન્‍ટ પણ મહિલાઓ જ રહે તે માટે જરૂરી આયોજન કરવા પણ જણાવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી કે.આર. પટેલ, ચૂંટણી મામલતદાર કૃતિકા વસાવા સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details