વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પોષણ માહની ઉજવણીને અનુલક્ષી શુક્રવારના રોજ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રોગ્રામ અધિકારી જ્યોત્સનાબેન પટેલે આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પોગ્રામ આસીસ્ટન્ટ પ્રેમિલાબેન આહિરે બાળકોની સપ્રમાણ વૃદ્ધિ માટે રાખવાની થતી કાળજી, ધાત્રી માતાની સંભાળ સહિત કે.વી.કે. દ્વારા કરવામાં આવતી તાલીમો અંગે જાણકારી આપી હતી. આ અવસરે આંગણવાડીની બહેનોને ન્યુટ્રીશન ગાર્ડન કીટ અને ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.