ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ચૂંટણી ફરજ ગેરહાજર 10 શિક્ષકોને ફટકારાઈ નોટીસ

વલસાડઃ 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં જિલ્લા મદદનીશ ચૂંટણી અધિકારીએ 10 શિક્ષકોને પોતાની ફરજ પર કારણ વિના ગેરહાજર રહેવા બદલ વલસાડ નોટીસ ફટકારી છે. આ અંગે અધિકારી દ્વારા કારણદર્શક ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.

કપરાડામાં  ચૂંટણી ફરજ પર જનારા આગોતરી જાણકારી વિના ગેરહાજર રહેલા 10 શિક્ષકો સામે કારણ દર્શક નોટીસથી ફફડાટ

By

Published : Apr 24, 2019, 6:31 PM IST

Updated : Apr 24, 2019, 7:32 PM IST

વલસાડ જિલ્લામાં 23 તારીખના રોજ શાંતિપૂર્ણ માહોલમાં માટે સરકારી તંત્ર દ્વારા 2057 જેટલા મતદાન મથક ઉપર 10 હજારથી વધુ શિક્ષકોને પ્રિસાઈડિંગ અધિકારી તરીકે તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે 22 તારીખે ચૂંટણીનો સામાન લેવા માટે ડિસ્પેચિંગ સેન્ટર પર હાજર રહેવાનું હતું, ત્યારે કેટલાક શિક્ષકો ગેરહાજર રહેતા આસિસ્ટન્ટ ચૂંટણી આધિકારીએ કારણદર્શક નોટિસ કાઢી હોવાનું શિક્ષણ આલમમાંથી જાણવા મળ્યું છે. જિલ્લા આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારી સમગ્ર બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

23 એપ્રિલના રોજ વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણી યોજાઇ હતી, જો કે આ ચૂંટણી પૂર્વે ચૂંટણીમાં ફરજ ઉપર પ્રિસાઈડિંગ ઓફિસર શિક્ષકોને નીમણુક કરવામાં આવી હતી.વલસાડ જિલ્લામાં કુલ 10 હજાર થી વધુ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તો 22 તારીખના રોજ કપરાડા ડિસ્પેચિંગ સેન્ટર ઉપર જેતે મતદાન મથકે જવા માટે નીમવામાં આવેલા 10 જેટલા મહિલા શિક્ષકો તેમના ચૂંટણીના સાધનો લેવા આગોતરી જાણકારી આપ્યા વિના ગેરહાજર રહેતા સ્થળ ઉપર રિઝર્વમાં રહેલા અન્ય શિક્ષકોને 10 જગ્યા ઉપર નિમણૂક કરી મોલવાની ફરજ પડી હતી.

આ 10 જેટલી મહિલા શિક્ષકો દ્વારા કોઈ આગોતરી જાણકારી કે ના કોઈ પરવાનગી લીધા વિના ચૂંટણી ફરજ જેવી જગ્યા ઉપર ગેરહાજર રહેતા આખરે આસિસ્ટન્ટ ચૂંટણી આધિકારી એ 10 મહિલા શિક્ષકો સામે કારણ દર્શક નોટિસ કાઢી જણાવ્યું છે કે પૂર્વ પરવાનગી વિના મનસ્વી રીતે ગેરહાજર રહેલા હોય કાયદાની કલમ 134 મુજબ સજાપાત્ર ફોજદારી ગુન્હા ને લાયક ઠરે છે તો એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે બાબત નું કારણ માંગતી કારણ દર્શક નોટિસ 10 મહિલા શિક્ષકો સામે કાઢી 1 દિવસ માં કારણ રજૂ કરવા જણાવ્યું છે જેને લઈ ને શિક્ષકોમાં ફફડાટ ફેલાયો હતો.

કપરાડામાં ચૂંટણી ફરજ પર જનારા આગોતરી જાણકારી વિના ગેરહાજર રહેલા 10 શિક્ષકો સામે કારણ દર્શક નોટીસથી ફફડાટ

દરેક ચૂંટણી વખતે મામા માસીના કે રાજકીય વગ ધરાવતા કેટલાક શિક્ષકો ડિસ્પેચિંગ ડે ના દિવસે જ ગેરહાજર રહેતા સરકારી કર્મચારીને રિઝર્વ કોટામાંથી અન્ય શિક્ષકોને ગેરહાજર રહેલાઓની જગ્યા ઉપર અન્યને મોકલવાની ફરજ પડી હતી.આમ સરકારી હાક અને ધાક ના હોવાથી કેટલાક શિક્ષકો આગોતરી જાણકારી વિના જ ગેરહાજર રહે છે ત્યારે 10 શિક્ષિકા સામે કારણદર્શક નોટિસ કાઢતા હાલ તો અન્ય શિક્ષકો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી યોગ્ય હોવાનું જણાવ્યું હતું જોકે સમગ્ર બાબતે જિલ્લા આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારી કે. આર. પટેલ સાથે ટેલોફોનિક વાતચીતમાં જણાવ્યું કે કપરાડામાં કાઢવામાં આવેલી નોટિસ બાબતે તેમને કોઈ ખ્યાલ નથી. પરંતુ ગેરહાજર રહેવા પૂર્વે સરકારી તંત્રને જાણકારી આપવી જરૂરી છે

Last Updated : Apr 24, 2019, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details