પારડી શહેરમાં ગામની બહાર બનાવવામાં આવેલ ST ડેપોમાં જૂજ મુસાફરો આવતા હોય છે. મોટા ભાગે મુસાફરો ઓવર બ્રિજ ચાર રસ્તા નીચેથી જ વાહનો પકડી રવાના થઈ જાય છે. ત્યારે લોકોને ખાસ કરીને વિધાર્થીને સુવિધા મળે એવા હેતુથી બનાવવામાં આવેલા એસ ટી ડેપો હાલ ધોળો હાથી સમાન જ બન્યો છે. કેટલાક પ્રેમી પંખીડાઓ અને રાત્રે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બનતો જઇ રહ્યો છે.
પારડી ST ડેપોની દુકાન હરાજીમાં કોઈ ન ફરક્યુ, હરાજી મોકૂફ - valsad latest news
વલસાડ: જિલ્લાના પારડી ST ડેપોમાં દુકાનોની હરાજી યોજાઈ હતી. જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા વેપારી આવ્યા અને સરકારી માર્જિન ખૂબ મોટી રકમ હોવાને લઇને બોલી ન લાગતા હરાજી મોકૂફ રાખવામાં આવી હતી.
પારડી એસ ટી ડેપો
આ એસ ટી ડેપો ઉપર બનેલી બે દુકાનો ભાડે આપવા માટે પ્રશાસન દ્વારા જાહેર હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા વેપારી આવ્યા હતા અને એમાં પણ સરકારનું માર્જિન (અપસેટ વેલ્યુ) કિંમત તેઓને વધારે લાગતા એક પણ દુકાનની બોલી લગાવી નહોતી. જેથી હરાજી મોકફ રાખી હતી.