ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની આ સરકારી હોસ્પિટલ કાબિલ-એ-તારીફ, 1 વર્ષમાં 881 ડીલીવરી, એક પણ બાળમોત નહીં - ભાજપ

વાપી: રાજસ્થાન અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં નવાજાત શિશુના મોત થઈ રહ્યાં છે, ત્યારે રાજકોટમાં છેલ્લા ડિસેમ્બરમાં 111 અને અમદાવાદમાં 88 શિશુઓના મોત થયાં છે. જેને લઈને સરકારી હોસ્પિટલો બદનામ થઈ છે. સરકાર સામે વિપક્ષે હોબાળો મચાવ્યો છે, આવા માહોલ વચ્ચે વાપીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં વર્ષ 2019ના 881 ડીલીવરીના કેસ નોંધાયા હતાં. જેમાં એક પણ શિશુનું મોત થયું નથી.

Etv Bharat, Gujarati News, Vapi News
ગુજરાતની આ સરકારી હોસ્પિટલની કાબિલ-એ-તારીફ

By

Published : Jan 7, 2020, 2:56 PM IST

વાપી ઔદ્યોગિક વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. અહીં ચલા વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલ માત્ર એક જ છે, પરંતુ આ એક સરકારી હોસ્પિટલની કામગીરી સરાહનીય રહી છે. હોસ્પિટલમાં 1લી જાન્યુઆરી 2019થી લઈને 31 ડિસેમ્બર 2019 દરમિયાન નોર્મલ ડિલિવરીના 522 અને સિઝેરિયન 259 મળી કુલ 881 શિશુઓ જન્મ્યા હતા. આ શિશુની ડિલિવરી બાદ હોસ્પિટલમાં અપાતી સાત દિવસની સારવાર દરમ્યાન એક પણ શિશુનું મોત થયું નથી. આ સરકારી હોસ્પિટલમાં 2019માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન કુલ 2288 ઓપરેશનના કેસ નોંધાયા હતાં. જેમાંથી માત્ર 8 દર્દીઓના જ મૃત્યુ થયા છે. જે આરોગ્ય વિભાગના ઇતિહાસમાં ગૌરવવંતી બહુ ઓછા છે. આમ, હોસ્પિટલમાં વધતા દર્દીઓ માટે ખરા અર્થમાં જીવનદાતા બની રહી છે. સરકારી હોસ્પિટલની સરાહનીય કામગીરીની સાથે સાથે હોસ્પિટલના કર્મચારીઓની કામગીરી પણ નોંધાપાત્ર રહી છે.

ગુજરાતની આ સરકારી હોસ્પિટલની કાબિલ-એ-તારીફ

આ હોસ્પિટલમાં પાછલા 7 વર્ષમાં માત્ર 3 શિશુના મોત નિપજ્યા છે. જો કે, 2019માં મેજર અને માઇનર ઓપરેશનના 2288 કેસ નોંધાયા છે. જેમાંથી છતાં માત્ર 8 દર્દીના મોત થયાં છે. જે ગુજરાતની બીજી હોસ્પિટલો કરતા બહુ ઓછાં છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ હોસ્પિટલની કામગીરીને બિરદાવી તેનો પ્રચાર-પ્રસાર કરે તો, પ્રાઇવેટ હોસ્પિટલની મોંઘી સારવારને બદલે લોકો આવી મફત સારવાર આપતી હોસ્પિટલમાં જ ઉત્તમ સારવારનો લાભ મેળવી શકે.

ABOUT THE AUTHOR

...view details