વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર પારડી નજીક વરસાદી પાણીનો ભરાવો થતાં સતત એક કલાકથી પણ વધુ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. પારડી નજીક ખડકી હાઇવે ઉપર કમરથી પણ ઉપર પાણી ભરાઈ જતા પસાર થનારા વાહનચાલકોને વરસાદી પાણીમાંથી પોતાનું વાહન કાઢવાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વલસાડના હાઇવે નંબર 48 પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ - GUJARATI NEWS
વલસાડઃ જિલ્લામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર 48ને અસર પહોંચી હતી. પારડી નજીક હાઇવે પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વરસાદી પાણી મોટા ટાયરો ડૂબી ગયા હતા અને કારના બોનેટ સુધી પાણી ફરી વળ્યા હતા. હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, બાદમાં IRB ટીમ કામે લાગી હતી.
VALSAD
હાઈવે પર મોટા ટ્રકના આખા ટાયર ડૂબી ગયા હતા. પાણી ભરાવાને કારણે ધીમી ગતિએ ચાલતા વાહનોને લીધે હાઇવે પર 5 કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જો કે, સમગ્ર બાબતની જાણકારી IRB થતા તેમની ટીમ વરસાદી પાણીના નિકાલના સાધનો સાથે સજ્જ થઈને સ્થળ ઉપર પહોંચી કામગીરી શરૂ કરી હતી
ઉલ્લેખનીય છે કે, ખડકી નેશનલ હાઇવે 48 નજીકમાં આવેલું તળાવ વરસાદી પાણીના કારણે ઓવરફલો થતા તેનું પાણી નેશનલ હાઇવે ઉપર ફરી વળ્યું હતું, જેના કારણે આ સમસ્યા ઉદભવી હતી.