ગુજરાત

gujarat

ETV Bharat / state

Via કોવિડ સેન્ટરને NGOએ આપ્યું Bi-PAP મશીન - VAPI DAILY NEWS

વાપીમાં VIA સંચાલિત કોવિડ કેરમાં કોરોનાના દર્દીઓને સારવારમાં ઉપયોગી થાય એ માટે વાપીના THE ELITES નામની NGO દ્વારા VIAના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને VIAના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘને VIA માટે એક Bi PAP મશીન ડોનેટ કરવામાં આવ્યું.

Via કોવિડ સેન્ટરને NGO એ આપ્યું Bi-PAP મશીન
Via કોવિડ સેન્ટરને NGO એ આપ્યું Bi-PAP મશીન

By

Published : May 22, 2021, 2:18 PM IST

  • VIA કોવિડ કેર સેન્ટરમાં Bi pap મશીન ભેટ
  • સેન્ટરમાં હાલ માત્ર 3 દર્દીઓ જ સારવાર હેઠળ
  • ત્રીજા વેવ માટે પણ સેન્ટર સજ્જ

વાપી: વાપીમાં કોવિડ મહામારીના ગંભીર ખતરાને ધ્યાને રાખી વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા VIAની શરૂઆત કરી ઘણા દર્દીઓનો સફળતાપૂર્વક ઈલાજ કર્યો છે. કોવિડ સેન્ટરમાં અત્યારે ફક્ત 3 જ દર્દીઓ દાખલ છે, જેને પણ હાલમાં ઓક્સિજન સપોર્ટની જરૂર નથી પડતી. તેમ છતાં સંસ્થાની કામગીરીને બિરદાવી વાપીના THE ELITES નામની NGO દ્વારા એક Bi-PAP મશીન ડોનેટ કરવામાં આવ્યું હતું.

વાપીમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો

વાપીમાં આવેલા ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. VIAમાં ઘણા બધા દર્દીઓનો સફળતા પૂર્વક ઈલાજ કરી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારે ફક્ત 3 જ દર્દીઓ VIAમાં દાખલ છે, જેને પણ હાલમાં ઓક્સિજન સપોર્ટની જરૂર નથી પડતી. તેમ છતાં હાલની પરિસ્થિતિ અને આવનારા દિવસની કામગીરીની ચર્ચા કરવા માટે એક રીવ્યુ મિટિંગનું આયોજન VIA હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

કોવિડ સેન્ટર અંગે રિવ્યુ મિટિંગમાં ચર્ચા

આ મિટિંગમાં VIAના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ VIA ઉભું કરવા માટે વલસાડ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તથા પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત VIAના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘ અને VIAના ઇન્ચાર્જ ડૉ.જીજ્ઞેશ પ્રજાપતિના કાર્ય માટે સરાહના કરી હતી.

આ પણ વાંચો:BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખેડા જિલ્લામાં 21 કોન્સન્ટ્રેટર મશીન અર્પણ

સારવાર આપતા તબીબોની પ્રશંસા કરી

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટિલે આ VIAની મુલાકાત દરમિયાન તેની ખુબજ પ્રશંસા કરી હતી. આ વિષયમાં ચર્ચા વિચારણા પછી ડૉ. એચ. પી. સિંઘના સલાહ સૂચન અનુસાર VIAનું કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તથા નોડલ ઓફિસરના નિર્દેશ અનુસાર COVID ના આવનાર સંભવિત ત્રીજા વેવ દરમિયાન દર્દીઓને જરૂરત મુજબની બધી સુવિધા મળે તેની તૈયારી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. VIAની સંપૂર્ણ ટીમે તેમાં પૂરો સાથ સહકાર આપવા સંમતિ આપી છે. જેમાં Bi PAP મશીન, વેન્ટિલેટર જેવી સુવિધા પણ આવનાર દિવસોમાં ઉભી કરવાની ઈચ્છા જાહેર કરી હતી.

NGOએ Bi-pap મશીન ડોનેટ કર્યું

આ મિટિંગ દરમ્યાન વાપીના THE ELITES નામની NGO દ્વારા VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને VIAના નોડલ ઓફિસર ડૉ. એચ. પી. સિંઘને VIA માટે એક Bi PAP મશીન ડોનેટ કરવામાં આવ્યું હતું. જે માટે હાજર તમામ સભ્યો દ્વારા THE ELITESના ગિરીશ ખુંપચંદની અને સુનિલ ચૌહાણ તથા THE ELITES ના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા

સભ્યો, તબીબો મિટિંગમાં હાજર રહ્યા

બેઠકમાં VIAના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘ, VIAના ઇન્ચાર્જ ડૉ.જીજ્ઞેશ પ્રજાપતિ, VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રા, માનદ પ્રધાન સતિષ પટેલ, ખજાનચી હેમાંગ નાયક, સહ માનદ પ્રધાન કલ્પેશ વોરા, VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર રજનીશ આનંદ, VIA ના એક્સીક્યુટીવ કમિટી મેમ્બર્સ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details