વલસાડઃ જિલ્લાના ધોડિપાડા ગામે ભારે વરસાદમાં ફસાયેલા પરિવારોને NDRFની ટીમે બોટ દ્વારા રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા હતાં.
વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ જિલ્લામાં મંગળવારે વરસેલા ધોધમાર વરસાદને કારણે ઉમરગામ તાલુકાના સંજાણ નજીકના બુનાટપાડા વિસ્તારમાં અને ધોડીપાડા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ જેમાં ઘોડિપાડા ગામે કમરસમાં પાણી ભરાતા લોકો ફસાયા હતાં. જેની NDRFની ટીમને જાણ કરાતા, NDRFની ટીમે 2 બોટ મારફતે ગામમાં પહોંચી ગામના વૃદ્ધ લોકોને તેમજ મહિલાઓ, પુરુષો અને બાળકોને બહાર સલામત સ્થળે ખસેડયા હતાં.
વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ NDRFની ટીમ દ્વારા કુલ 82 લોકોને સલામત સ્થળે ખસેડી તમામને ફૂડ પેકેટ્સ આપી માનવતા મહેકાવી હતી.
વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ