ગુજરાત

gujarat

વલસાડ પહોંચેલી NDRFની ટીમે લીધી તિથલ બીચની મુલાકાત

By

Published : Jun 12, 2019, 6:13 PM IST

વલસાડઃ ગુજરાતના 10 જિલ્લાઓ માથે તોળાઈ રહેલા વાયુ વાવાઝોડાના ખતરાને પગલે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં વાયુ વાવાઝોડાથી પહોંચી વળવા માટે સુરક્ષા-વ્યવસ્થા ચાક-ચોંબંદ કરી દેવાઈ છે.

પ્

હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વાવાઝોડાના કારમે ભારે વરસાદની થવાની શક્યતાઓ દર્શાવી છે. જેને લઇને પુર જેવી સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા માટે NDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે. વલસાડ હાઈવે પહોંચેલી એનડીઆરએફની ટીમે આજે વલસાડના કાંઠા વિસ્તારના તિથલના દરિયા કિનારે નિરીક્ષણ કર્યું હતું

વલસાડ પહોંચેલી NDRFની ટીમે લીધી તિથલ બીચની મુલાકાત
વાયુ વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. જ્યાં વાવાઝોડાને પગલે સર્જાય તેવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ આયોજનો કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં NDRFની એક ટીમ બોલાવવામાં આવી છે.

જે આજે વલસાડ પહોંચી જતા વલસાડના કાંઠા વિસ્તારના તેમજ વલસાડ તિથલ દરિયા કિનારે મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. જેની સાથે વલસાડ જિલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી પણ જોડાયા હતા. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

તિથલના દરિયાકાંઠે તેમજ કાંઠા વિસ્તારના ગામો દાંતી કકવાડી વેકરીયા તિથલ દરેક સ્થળે સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. તમામ ગામના લોકો સાથે ગઈકાલે રાત્રી દરમિયાન કલેકટરે બેઠક પણ યોજી હતી. વલસાડમાં આવી પહોંચેલી એનડીઆરએફની ટીમે પણ તિથલના દરિયા કિનારે તેમજ કાંઠા વિસ્તારમાં નીચાણવાળા ગામોનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત જો ભારે વરસાદને પગલે પુરની સ્થિતિનું નિર્માણ થાય તો અહીં આવેલી NDRFની ટીમ તેમાં રાહત અને બચાવ કામ કરવા માટે સજ્જ થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details