ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં NDRF સિક્સની ટીમ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ

હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં પણ 1 NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. હાલ કોરોનાની મહામારીને લઈને આ ટીમ કોરોનાથી બચવા માટેના તમામ સાધનો સરંજામ સાથે સજ્જ છે, સાથે સાથે તમામ અત્યાધુનિક સાધનો સાથે પણ સજ્જ હોવાથી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની વડોદરાથી આવેલી આ ટીમ સંપૂર્ણપણે સજ્જ હોવાનું NDRFના સૂત્રોએ જણાવ્યું છે.

ndrf-team
વલસાડમાં NDRF સિક્સની ટિમ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ

By

Published : Aug 14, 2020, 11:04 PM IST

વલસાડઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ સર્ક્યુલેશનને પગલે સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

વલસાડમાં NDRF સિક્સની ટિમ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ

વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાથી સિક્સ એનડીઆરએફની ટીમને વલસાડ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.

વલસાડમાં NDRF સિક્સની ટિમ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ

NDRFની આ ટીમ ધરમપુર રોડ ખાતે આવેલા ઢોડિયા સમાજના હોલમાં હાલ રોકાઈ છે. NDRFની આ ટીમે વલસાડના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ સર્વે હાથ ધર્યું છે. જેથી કરીને ભારે વરસાદના સમયે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જાય તે સમયે કોઈ પણ સ્થિતિને પોહચી વળવા સજ્જ છે. આ ટીમ લાઈફ જેકેટ, હોડી, પી પી ઇ કીટ સહિતની તમામ ચીજો સાથે સજ્જ છે. મહત્વનું છે કે, NDRF સિક્સ ટીમે થોડા દિવસ અગાઉ ઉમરગામના સંજાણ બંદરે અને ઘોડી પાડા વિસ્તારમાં 242 લોકોનું રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવ્યાં હતા.

વલસાડમાં NDRF સિક્સની ટિમ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ

ABOUT THE AUTHOR

...view details