આ પર્વ નિમિતે વાપીમાં વસતા ઉત્તર ભારતીયો પણ માં દુર્ગાની પૂજા-અર્ચના કરી નવરાત્રીનો પર્વ ઉજવે છે. વાપીમાં દર વર્ષે નવદુર્ગા ટ્રસ્ટ દ્વારા દમણગંગા નદીમાંથી જળ ભરીને પરત દુર્ગા મહોત્સવના પંડાલમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે તમામ ઉપવાસ રાખે છે અને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરે છે.
વાપીમાં પંચતત્વના પ્રતીક રૂપે કળશ પૂજા સાથે યોજાય છે નવદુર્ગા મહોત્સવ - નવદુર્ગા ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું આયોજન
વાપીઃ માં આદ્યાશક્તિની આરાધનના કરવાનો પર્વ એટલે નવરાત્રી. આ પર્વ દરમિયાન ગુજરાતમાં રાસ-ગરબાની રમઝટ બોલે છે. આ સાથે જ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં પણ માં દુર્ગા કે અંબા માની પ્રતિમાની સ્થાપના કરીને દરરોજ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારે વાપીમાં પણ નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. આ નવદુર્ગા પૂજા દરમિયાન 151 મહિલાઓ દ્વારા કળશયાત્રા યોજીને તે કળશની દુર્ગા માતા સમક્ષ સ્થાપના કરવામાં આવે છે. દરરોજ પંચતત્વના પ્રતિકરૂપે 21 કળશ યાત્રીઓના હસ્તે માતાજીની આરાધના અને પૂજા કરવામાં આવે છે. આ પૂજા નિઃશુલ્ક કરવામાં આવે છે.

વાપીમાં પંચતત્વના પ્રતીક રૂપે કળશ પૂજા સાથે યોજાય છે નવદુર્ગા મહોત્સવ
વાપીમાં પંચતત્વના પ્રતીક રૂપે કળશ પૂજા સાથે યોજાય છે નવદુર્ગા મહોત્સવ
નવલી નવરાત્રીના નવ દિવસોમાં માતાજીની આરાધનામાં દરેક લોકો ભક્તિમય બની જાય છે અને અંતિમ દિવસ એટલે કે દશેરાના દિવસે માતાજીનો હોમ હવન કરીને દુર્ગા માતાજીની પ્રતિમાને વિસર્જીત કરે છે. નવરાત્રી દરમિયાન કાર્યક્રમનો ખર્ચ નવદુર્ગા ટ્રસ્ટ કરે છે. જો કે, કેટલાક માઇ ભક્તો ખુશીથી પોતાની ઇચ્છા શક્તિ મુજબનું દાન આપીને પોતાનું ઋણ પણ ઉતારે છે.