વર્ષો પહેલા જ્યારે વિજળી ન હતી ત્યારે, વડીલો પેટ્રોમેક્સનો ઉપયોગ કરીને ગરબાનું આયોજન કરતા સાથે રતન જ્યોતના છોડનો ઉપયોગ દીવા અને મશાલ તરીકે કરતા અને એના પ્રકાશમાં ગરબાનું આયોજન થતું હતું. હવે આધુનિકતા પ્રમાણે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગામના લોકો ગરબાની રમઝટ બોલાવે છે.
કપરાડાના કવાલ ગામે ગરબાની 70 વર્ષ જૂની પરંપરા યથાવત
વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના કવાલ ગામને લોકો શિક્ષકોના ગામથી ઓળખે છે. આ ગામમાં 30થી વધુ મકાનો છે. કવાલ ગામમાં એક પણ ધર એવું નહી હોય જે ઘરમાંથી એક કે, બે શિક્ષકના હોય, કવાલ ગામમાં આજે પણ પેટ્રોમેક્સ, રતનજ્યોતના છોડનો મશાલ તરીકે ઉપયોગ કરી તેના અજવાળે ગરબે રમે છે.
valsad
કવાલ ગામના અગ્રણી બાબુ પટેલ જે નિવૃત શિક્ષક છે. તેમણે કહ્યું હતુ કે, જિલ્લામાં કદાચ કવાલ ગામ જ એવું હશે. જ્યાં દરેક ઘરે તમને શિક્ષકો જોવા મળશે. લોકોએ વર્ષો જૂની પ્રથાઓ અને સંસ્કાર જાળવી રાખ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.