ગુજરાત

gujarat

ETV Bharat / state

National Water Award: વાપી નગરપાલિકાને સરળ જળ વિતરણ વ્યવસ્થા બદલ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત - સ્કાડા સિસ્ટમનું ઇનોવેશન

વલસાડના વાપી નગરપાલિકાને (Vapi Municipality)વર્ષ 2021માં વિશ્વમાં પ્રથમ પાણી વિતરણની સરળ વ્યવસ્થા માટે વસ્તી આધારિત મોબાઇલ એપ્લિકેશન(Vapi National Water Award ) અને સ્કાડા સિસ્ટમનું ઇનોવેશન કરવા બદલ બે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે. વાપી પાલિકાને Best Urban Local body કેટેગરી એવોર્ડ એનાયત કરાયો છે.

National Water Award: વાપી નગરપાલિકાને સરળ જળ વિતરણ વ્યવસ્થા બદલ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત
National Water Award: વાપી નગરપાલિકાને સરળ જળ વિતરણ વ્યવસ્થા બદલ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત

By

Published : Apr 1, 2022, 1:37 PM IST

વલસાડઃ વાપી નગરપાલિકાને વર્ષ 2021માં વિશ્વમાં પ્રથમ પાણી વિતરણની સરળ વ્યવસ્થા માટે વસ્તી આધારિત મોબાઇલ એપ્લિકેશન અને સ્કાડા સિસ્ટમનું ઇનોવેશન કરવા બદલ બે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા પાણીના વ્યવસ્થાપન ઉપયોગ માટે શહેરી પાલિકા તરીકે દેશમાં વાપી પાલિકાને Best Urban Local body કેટેગરી એવોર્ડ એનાયત કરાયો છે. 3rd National Water Awardમાં વાપી નગરપાલિકાને Best Urban Local Body કેટેગરીમાં પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થતા સમગ્ર દેશમાં વાપીનું નામ રોશન થયું છે.

રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત

રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયો -ભારતમાં લોકો પાણી પ્રત્યે જાગૃતબની કરકસર પૂરતો ઉપયોગ કરે, વહીવટીતંત્ર દરેક ઘરને પૂરતું પીવાનું પાણી મળે તે માટે સતત નવું સંશોધન કરવા પ્રેરાય તેવા (Vapi National Water Award)ઉદેશયથી ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય, જલ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ દ્વારા 2018માં રાષ્ટ્રીય જલ પુરસ્કારની (National Water Award) શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે 2022 માં તૃતીય રાષ્ટ્રીય જલ પુરસ્કાર (3rd National Water Award) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં સમગ્ર ભારતમાંથી વિવિધ કેટેગરીમાં 57 વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયો છે. આ કેટેગરીમાં સમગ્ર ભારતની Best Urban Local body કેટેગરીમાં ગુજરાતની વાપી નગરપાલિકાનો પ્રથમ ક્રમાંકે સમાવેશ કરી રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ મેળવ્યા બાદ વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહે ખુશીની લાગણી વ્યક્ત કરી નોડ 2.4 એપ્લિકેશનથી થનારા ફાયદાઓની વિગતે ચર્ચા કરી હતી.

એપ્લિકેશન બનાવવા 7 થી 8 વાર નિષ્ફળતા મળ્યા બાદ સફળતા મળી - વાપી નગરપાલિકા દ્વારા જન સંખ્યા આધારિત નોડ 2.4 વોટર સપ્લાય નેટવર્ક ડિઝાઇનની સૌ પ્રથમ મોબાઈલ અપ્લિકેશનડેવલોપ કરવામાં આવી છે. આ ઉપરાંત અમૃત યોજના હેઠળ વોટર સપ્લાય સિસ્ટમનું સ્કાડા સિસ્ટમ ઉપર અમલીકરણમાં પ્રથમ સ્થાને તથા નગરપાલીકા વિસ્તારમાં તળાવો ઊંડા કરી, ડેવલોપમેન્ટ કરી જળસંચય કરવાની કામગીરી અને નગરપાલિકા વિસ્તારના બિલ્ડીંગોમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે. આ મહત્વની એપ્લિકેશન તૈયાર કરવા અથાગ મહેનત કરી હોવાનું વાપી નગરપાલિકાના હાઇડ્રોલિક એન્જીનીયર સંજય ઝા એ જણાવ્યું હતું. તેમના મતે આ ફોર્મ્યુલા આધારિત એપ્લિકેશન બનાવવા 7 થી 8 વાર નિષ્ફળતા મળ્યા બાદ સફળતા મળી છે. હવે વાપી પાલિકા વિસ્તારમાં દરેક ઘર સુધી પૂરતા પ્રેશરથી પીવાનું પાણી પૂરું પાડી શકાય છે.

આ પણ વાંચોઃSmart City Summit in Surat : પ્રથમ વખત સુરતમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન, ગૃહપ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત

દરેક સોસાયટીમાં અને ઘરમાં પૂરતા પ્રેશરથી પાણી -એવોર્ડ મેળવ્યા બાદ ખુશી વ્યક્ત કરતા પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, હાલમાં જેટલું પાણી વાપી નગરપાલિકામાં વિતરણ થઈ રહ્યું છે. તેટલું જ પાણી એ પહેલાં પણ વિતરણ થતું હતું. જો કે ત્યારે પાણીની અનેક બુમરાણ ઉઠતી હતી. લોકો મોરચા લઈને પાલિકાએ પૂરતા પ્રમાણમાં પાણી આપવાની રાવ કરતા હતાં. હાલમાં આ મોબાઈલ એપ્લિકેશન આધારે પાણી વિતરણ વ્યવસ્થાને સુદૃઢ કર્યા બાદ દરેક સોસાયટીમાં અને ઘરમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું છે.

આ પણ વાંચોઃQuality of wheat Research : ઘઉં સંબંધિત સંશોધન માટે કચ્છ યુનિવર્સિટીના છાત્રોની રાષ્ટ્રીયસ્તરે થઇ પસંદગી, શું છે પદ્ધતિ તે જાણો

દેશ માટે હજુ પણ કંઈક સારું કામ કરવાની પ્રેરણા મળી -હાઇડ્રોલિક એન્જીનીયર સંજય ઝાએ આ ઇનોવેટિવ આઈડિયા માટે પાલિકાના પ્રમુખ, ચિફ ઓફિસર અને પાલિકાની ટીમના પ્રોત્સાહનથી પરિપૂર્ણ કર્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી. પ્રમુખ અને તેમની ટીમને રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મળ્યો છે. જે ગૌરવની વાત હોવાનું જણાવી વાપી માટે દેશ માટે હજુ પણ કંઈક સારું કામ કરવાની પ્રેરણા મળી હોવાનો ઉત્સાહ છલકાઈ રહ્યો છે.

પાણી વિતરણ અને જળ સંચય પર એવોર્ડ -ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકાના હાઇડ્રોલિક એન્જીનીયર સંજય ઝાંની સૂઝબૂઝથી વાપી નગરપાલિકાએ જે રીતે પૂરતા પ્રેશરથી પાણી મળે તેવી અનોખી એપ્લિકેશન બનાવી છે. તે જ રીતે આ પહેલા વોટર સપ્લાય સિસ્ટમની સ્કાડા સિસ્ટમ ઉપર અમલીકરણમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નગરપાલીકા વિસ્તારમાં તળાવો ઊંડા કરી, ડેવલોપમેન્ટ કરી જળસંચય કરવાની કામગીરી અને નગરપાલિકા વિસ્તારના બિલ્ડીંગોમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરીની પણ નોંધ લેવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details