ગુજરાત

gujarat

ETV Bharat / state

જલિયાવાલા બાગ હત્યાકાંડ: શહીદોને વાપી રેલવે સ્ટેશને આપી અનોખી શ્રદ્ધાંજલિ - Vapi

વાપીઃ 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં બ્રિટિશરોએ અંધાધૂધ ગોળીબાર કરી ભારતીયોને વીંધી નાંખ્યા હતાં. જલિયાવાલા બાગમાં શહીદોની સ્મૃતિમાં ભારતીય રેલવેએ રાષ્ટ્રીયધ્વજને અડધી કાંઠીએ ફરકાવીને શહીદ દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

vapi

By

Published : Apr 12, 2019, 8:36 AM IST

રેલવે તંત્ર દ્વારા દર વર્ષે આ રીતે શહીદોની સ્મૃતિમાં રાષ્ટ્રીય ધ્વજને સળંગ એક સપ્તાહ સુધી અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. હાલમાં પણ 6 એપ્રિલથી 13 એપ્રિલ સુધી આ રાષ્ટ્રીયધ્વજ અડધી કાંઠીએ ફરકી રહ્યો છે. જલિયાવાલા બાગના શહીદોની સ્મૃતિમાં વાપી રેલવે સ્ટેશન પર પણ અડધી કાઠીએ રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવી રહ્યો છે.

જલિયાવાલા બાગના શહીદોની સ્મૃતિમાં વાપી રેલવે સ્ટેશને અડધી કાંઠીએ ફરકાવ્યો રાષ્ટ્રીયધ્વજ

આ રીતે રાષ્ટ્રીયધ્વજને ફરકતો જોઈ જે મુસાફરોને આ અંગે જાણ નથી તેવા રેલવે સ્ટેશને આવનારા અને જનારા મુસાફરો આ ધ્વજને લહેરાતો જોઈ અચંબામાં પડયા હતાં. જલિયાવાલા બાગમાં થયેલા બેફામ ગોળીબારમાં અનેક ભારતીયોને વીંધી નખાયા હતા. જે હત્યાકાંડને 13 એપ્રિલના રોજ 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે અંગ્રેજોએ કરેલા આ નરસંહારની યાદમાં રેલવે વિભાગ દ્વારા રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ લહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details