ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં જર્જરિત ઇમારતોને તોડવા પાલિકાએ આપી નોટિસ - વલસાડ ન્યૂઝ

ચોમાસામાં પવન, વરસાદ કે ભૂકંપના આંચકા દરમિયાન કોઈ મોટી જાનહાની ન થાય તે માટે વાપી નગરપાલિકા દ્વારા એક સર્વે કર્યો હતો. જેને અનુસંધાને વાપી પાલિકા વિસ્તારની જર્જરિત ઇમારતોને ખાલી કરવા માટે નોટિસ છે. પરંતુ ચોમાસુ શરૂ ગયા બાદ પણ કોઈ પગલા ન લેવાતા આ નોટિસ માત્ર કાગળ પૂરતી સિમિત રહી છે.

વાપી
વાપી

By

Published : Jun 19, 2020, 4:00 PM IST

વાપી: ચોમાસામાં પવન, વરસાદ કે ભૂકંપના આંચકા દરમિયાન કોઈ મોટી જાનહાની ન થાય તે માટે વાપી નગરપાલિકા દ્વારા એક સર્વે કર્યો હતો. જેને અનુસંધાને વાપી પાલિકા વિસ્તારની 48 જેટલી જર્જરિત ઇમારતોને ખાલી કરવા માટે નોટિસ હતી. પરંતુ ચોમાસુ શરૂ ગયા બાદ પણ કોઈ પગલા ન લેવાતા આ નોટિસ માત્ર કાગળ પૂરતી સિમિત રહી છે.

વાપીમાં 48 જર્જરિત ઇમારતોને તોડવા પાલિકાએ આપી નોટિસ


ચોમાસા પહેલા વાપી શહેરના જર્જરિત મકાનોના બાંધકામને તોડી પાડવાની કે રિપેર કરવાની પાલિકાએ નોટિસ આપી છે. આ વર્ષે પાલિકાએ પાલિકા વિસ્તારમાં કુલ 48 જર્જરિત મકાનો મામલે સોસાયટી કે માલિકને નોટિસ ફટકારી છે. જેમાંથી ગણતરીના જર્જરિત મકાનો સ્થળ પરથી દૂર કરવામાં આવ્યાં છે. અન્ય તમામ જર્જરિત મકાનો યથાવત છે. જેમાં કેટલાંક જવાબદારો આ નોટિસને ઘોળીને પી ગયા છે.

વાપીમાં 48 જર્જરિત ઇમારતોને તોડવા પાલિકાએ આપી નોટિસ
શહેરમાં ચોમાસા પહેલા કેટલાક જર્જરિત મકાનોના બાંધકામ દૂર કરવા અંગે પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસામાં મોટી દુર્ધટના ગમે ત્યારે બની શકે છે. એટલે એને ધ્યાને રાખી એક સર્વે કર્યો હતો. જેમાં 48 જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવી છે. જેમાંથી કેટલાક મકાનના માલિકોઓએ સહકાર આપી અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે. તો કેટલાક મકાનો ખાલી કરાવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં મોટી ઘટના બનવાની સંભાવના રહે છે. જેથી પાલિકાની ટીમ જર્જરિત મકાનો ખાલી કરાવવા તથા રિપેર કરાવવા મથામણ કરી રહી છે. પરંતુ જયાં સુધી પાલિકા કડક કાર્યવાહી નહી કરે ત્યાં સુધી આ નોટિસો માત્રને માત્ર કાગળ પર રહી જવાની છે. કારણ કે, વર્ષોથી પાલિકા નોટિસ આપે છે, પરંતુ જર્જરિત મકાનો દૂર કરવામાં આવતાં નથી.

ABOUT THE AUTHOR

...view details