વાપી: કોરોના સંક્રમણને અટકાવવા શાકભાજીમાં થતી ભીડ પર અંકુશ આવે તેવા શુભ ઉદ્દેશ્યથી વાપી નગરપાલિકાએ કુમાર શાળા મેદાન સહિત ચાર જગ્યાએ હંગામી શાક માર્કેટ ઉભી કરી હતી, પરંતુ શાકભાજીના વેપારીઓની બેદરકારી અને ટાંટિયાખેંચ નીતિને કારણે રવિવારે શાક માર્કેટમાં ભારે ભીડ ઉમટી હતી. જે બાદ લોકો અને વેપારીઓ નહીં સમજ્યા એટલે પાલિકાએ હંગામી શાકમાર્કેટ બંધ કરી દીધી છે. હવે શાક માર્કેટના વેપારીઓ પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ મામલતદારને અને પાલિકાને આવેદન પત્ર આપી રજૂઆત કરી રહ્યાં છે.
વાપીમાં વેપારીઓના ત્રાસથી પાલિકાએ હંગામી શાક માર્કેટ બંધ કરી, વેપારીઓનું આવેદન - વાપી પાલિકા
કોરોના સંક્રમણને અટકાવવા શાકભાજીમાં થતી ભીડ પર અંકુશ આવે તેવા શુભ ઉદ્દેશ્યથી વાપી નગરપાલિકાએ કુમાર શાળા મેદાન સહિત ચાર જગ્યાએ હંગામી શાક માર્કેટ ઉભી કરી હતી, પરંતુ શાકભાજીના વેપારીઓની બેદરકારી અને ટાંટિયાખેંચ નીતિને કારણે રવિવારે શાક માર્કેટમાં ભારે ભીડ ઉમટી હતી. જે બાદ લોકો અને વેપારીઓ નહીં સમજ્યા એટલે પાલિકાએ હંગામી શાકમાર્કેટ બંધ કરી દીધી છે. હવે શાક માર્કેટના વેપારીઓ પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ મામલતદારને અને પાલિકાને આવેદન પત્ર આપી રજૂઆત કરી રહ્યાં છે.

વાપીમાં વેપારીઓના ત્રાસથી પાલિકાએ હંગામી શાક માર્કેટ બંધ કરી
આ તરફ વાપી ટાઉનમાં ભીડના ધસારાને કારણે શાકભાજી માર્કેટ ને બંધ કરી દેવામાં આવી છે, ત્યારે વાપી હાઈવે પર આવેલ વાઇબ્રન્ટ પાર્કમાં બે દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે. સવારથી સાંજ સુધી અહીં મોટી સંખ્યામાં ગ્રાહકો શાકભાજી ખરીદવા ઉમટી રહ્યાંં છે. વાપી ટાઉનની હંગામી શાક માર્કેટ બંધ કરી દેતા તેમની અસર હાઇવે પરની આ શાકભાજી માર્કેટમાં જોવા મળી રહી છે.