ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદના પગલે મુંબઇથી અમદાવાદ તરફ જતી અનેક ટ્રેન રદ, મુસાફરો અટવાયા

વલસાડ:મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક સ્ટેશન પર પાણી ફરી વળ્યા છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળવાના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. જેને લઈને મુંબઈથી અમદાવાદ તરફ આવતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેન મોડી દોડી રહી છે. જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમસ્યાની માહિતી આપવા માટે વલસાડ રેલવે સ્ટેશને એક વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના પગલે મુંબઇથી અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો રદ્દ

By

Published : Jul 2, 2019, 4:17 PM IST

છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈના જનજીવનને અસર પહોંચી છે. ત્યારે મુંબઈની લાઈફલાઈન ગણવામાં આવતી ટ્રેન વ્યવસ્થાને પણ તેની અસર થઈ છે અને આ કારણે મુંબઈના નાલાસોપાલા ખાતે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. મુંબઈથી અમદાવાદ તરફ આવતી પાંચ જેટલી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. જ્યારે ત્રણ જેટલી લાંબા અંતરની ટ્રેનો ત્રણ કલાક મોડી દોડી રહી છે જેને લઇને અમદાવાદ તરફ જનારા અનેક મુસાફરો વલસાડ રેલવે સ્ટેશને અટવાઈ પડયા હતા.

ભારે વરસાદના પગલે મુંબઇથી અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો રદ્દ

વહેલી સવારથી બાદ થયેલા ટ્રેન વ્યવહારની જાણકારી આપવા માટે વલસાડ રેલવે સ્ટેશન દ્વારા એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકોને સમસ્યાના હલ માટે કાઉન્ટર સ્ટેશનની બહાર પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યું હતું,જેથી અહીં આવનારા મુસાફરોને ટ્રેન અંગેની માહિતી મળી શકે. મુંબઈથી અમદાવાદ તરફ જતી વહેલી સવારની પાંચ જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત એક્સપ્રેસ, સિકંદરાબાદ રાજકોટ વિરાર, ભરૂચ મેમુ, બોરીવલી સુરત મેમુ, બાન્દ્રા ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને કેન્સલ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ફિરોજપુર જનતા એક્સપ્રેસ તેના નિયત સમય કરતા ત્રણ કલાક મોડી ચાલી રહી હતી. તો બીજી તરફ સુરતથી મુંબઈ તરફ જતી કર્ણાવતી એક્સપ્રેસ અને ડબલડેકર એક્સપ્રેસને વલસાડ રેલવે સ્ટેશનેથી જ પરત કરવામાં આવી હતી.વહેલી સવારથી ટ્રેન સેવા રદ્દ થતા અનેક મુસાફરો સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોતા જોવા મળ્યા હતા. બીજી તરફ કેટલાક મુસાફરોએ ટ્રેનની મુસાફરી ટાળી વલસાડ એસટી ડેપોથી બસ દ્વારા મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પડેલા વરસાદને પગલે ટ્રેન સેવા રદ્દ કરવાના કારણે અનેક મુસાફરો સ્ટેશન ઉપર અટવાયા હતા. મુસાફરોને સુવિધા મળી રહે એ માટે વલસાડ રેલવે સ્ટેશન ઉપર એક વિશેષ માહિતી કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેના થકી કઈ ટ્રેનો કેન્સલ થઈ છે અને કઈ ટ્રેન કેટલી મોડી દોડી રહી છે તે અંગેની સંપૂર્ણ માહિતી મુસાફરોને આપવા માટે એક અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details